Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

ભાવનગર રોડ પરથી વિનુ મકવાણાને ૧૦ બોટલ દારૂ સાથે ક્રાઇમ બ્રાંચે પકડ્યો

દેશી દારૂ સાથે ધર્મેન્દ્રસિંહ, મહાવીરસિંહ અને હિતેષની ધરપકડ

રાજકોટ તા. ૩: ભાવનગર રોડ પર આર. કે. યુનિવર્સિટીના ગેઇટ સામેના રોડ પરથી ક્રાઇમ બ્રાંચે આજીડેમ ચોકડી પાસે માનસરોવર પાર્ક માધવ વાટીકાના ગેઇટ પાસે રહેતાં વિનુ ભરતભાઇ મકવાણા (ઉ.૩૦)ને રૂ. ૪૦૦૦ના એપિસોડ કલાસીક બ્રાન્ડના ૧૦ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

પીએસઆઇ એ. એસ. સોનારા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, નિલેષભાઇ ડામોર, કોન્સ. અજીતસિંહ પરમાર, હરદેવસિંહ રાણા, મહેશભાઇ મંઢ, નિશાંતભાઇ પરમાર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે અનિલભાઇ સોનારા, નિલેષભાઇ અને હરદેવસિંહની બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો.

જ્યારે દેશી દારૂના દરોડામાં મવડીના મારૂતિનંદન નગર-૩માં રહેતાં ધર્મેન્દ્રસિંહ ગીરૂભા ગોહિલ (ઉ.૨૫)ને માલવીયા નગરના હેડકોન્સ. રાહીદભાઇ સમા, કોન્સ. ભાવેશભાઇ ગઢવી સહિતે રૂ. ૩૦૦ના ૧૫ લિટર દારૂ સાથે પકડી લઇ રૂ. ૩૪૦૦૦ રોકડા પણ કબ્જે લીધા હતાં. જ્યારે આ સોસાયટીની જ શેરી નં. ૧૦માં રેહતાં મહાવીરસિંહ રણજીતસિંહ ગોહિલ (ઉ.૪૫)ને રૂ. ૨૦૦ના દેશી દારૂ સાથે કોન્સ. જયદિપસિંહ જાડેજાએ પકડી લઇ કાર્યવાહી કરી હતી. માધાપર ચોકડી મનહરપુર-૧ પાસેથી હિતેષ ઉર્ફ બન્ટી સવજીભાઇ બાબરીયા (ઉ.૨૭)ને રૂ. ૨૦૦ના દારૂ સાથે યુનિવર્સિટીના પીએસઆઇ એમ. વી. રબારી, હેડકોન્સ. જુવાનસિંહ સહિતે પકડી લીધો હતો.

(3:54 pm IST)