Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

વર્ધમાન પરિવાર દ્વારા બુધવારે રાજકોટમાં જીવદયા અનુદાન સમારોહ

કચ્છના પશૂઓ માટે ૨ કરોડનું દાનઃ મુખ્યમંત્રીના હસ્તે ચેક અર્પણ થશેઃ પૂ.યશોવિજયસૂરીશ્વરજી મહારાજ આશીર્વચનો વરસાવશે

રાજકોટ તા.૩: કચ્છમાં દુષ્કાળની પરિસ્થિતિને કારણે ટપોટપ મરતાં અબોલ જીવોને બચાવવા અમદાવાદ પાંજરાપોળે કચ્છ ખાતે ૫૦ હજાર જીવો માટે મદદ કરી અછત રાહતનું નક્કર કાર્ય કરતાં વર્ધમાન પરિવારને બે કરોડ રૂપિયાનું માતબર દાન આપવાનું જાહેર કર્યુ છે. આ માતબર અનુદાનની રકમનો ચેક ગુજરાત રાજયના જીવદયા પ્રેમી મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે શ્રી વર્ધમાન પરિવારના ટ્રસ્ટીઓને અર્પણ કરવા બુધવાર, તા.૫ના રાજકોટમાં, સવારે ૮-૪૫ કલાકે, અરવીંદભાઇ મણીયાર હોલ ખાતે જીવદયા અનુદાન સમારોહનું આયોજન જીવદયા ઘર દ્વારા કરવામાં આવ્યું છે.

આ અંગે જીવદયા ઘરના આગેવાનોએ વિગતો વર્ણવતા જણાવેલ કે કચ્છના પશુધન માટે રાહત પેકેજ જાહેર કરવા, કરૂણા અભીયાન, કરૂણા ૧૯૬૨ એમ્બ્યુલન્સ, અબોલ જીવોની હરરાજી અટકાવવી, ગૌહત્યા માટે સમગ્ર દેશમાં સૌથી કડક કાયદો ગુજરાતમાં લાગુ કરવા બદલ તેમજ આવા અનેક જીવદયા કાર્યો સતત કરતા રહેવા બદલ રાજકોટના જીવદયા ઘર, કરૂણા ફાઉન્ડેશન (એનીમલ હેલ્પલાઇન,વર્ધમાન પરીવાર, અમદાવાદ પાંજરાપોળ દ્વારા જીવદયા પ્રેમી મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીનું બહુમાન પણ કરવામાં આવશે.

આ અવસરે જ્ઞાનજયોતિર્ધર પરમ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી યશોવિજયસૂરશ્વરજી મહારાજ સાહેબ ખાસ પધરામણી કરશે. જીવદયાપ્રેમીઓને આશીર્વચન સંભળાવશે. રાજકોટમાં ચાતુર્માસ વીતાવનારા રાષ્ટ્રસંત પરમ પૂજય શ્રી નમ્ર મુનિ મહારાજના આશીર્વાદ આ સમારોહને સાંપડ્યા છે.

ગુજરાતમાં ઠેરઠેર વરસાદ નથી. મોંઘવારી, ઘટતા જતા દાનના પ્રવાહ, સતત ઉભરાતો જતો પશુ ધનનો પ્રવાહને લઇને પહેલેથી જ કારમી મુશ્કેલી ભોગવી રહેલા લગભગ તમામ ગૌશાળા, પાંજરાપોળોના સંચાલકો કમનશીબે, ના છૂટકે હવે નવુ પશુધન સ્વીકારવાની સ્થિતિમાં નથી ત્યારે આ પશુધન રીબાઇને ભુખમરાથી મરે અથવા કતલખાને કપાઇ જાય તેવી કારમી સ્થિતિનું નિર્માણ ગાંધીજીના ગુજરાતમાં થયું છે. અત્યારથી જ આવી કટોકટી પરિસ્થિતિ સર્જાણી છે ત્યારે લાખો અબોલ પશુઓના નિભાવ ચોમાસા સુધી કઇ રીતે થઇ શકશે તે મુંજવણ સતત મંુજવી રહી છે. ગુજરાત રાજયના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ વિશેષ રાહત પેકેજ જાહેર કરેલું છે.

કચ્છમાં ચાલુ વર્ષે નળિયા ભીંજાય તેટલો વરસાદ પણ પડ્યો નથી. ઘાસચારાના અભાવમાં માલધારીઓના પશુઓ તેમજ ગૌશાળા, પાંજરાપોળોના પણ પશુધનની હાલત ખૂબ માઠી થઇ છે. મુંબઇના શ્રી વર્ધમાન પરિવારે અબડાસાના ૩૦ ગામોનો સર્વે કર્યો તો જણાયું કે તેના ૧૦,૯૦૦ પૈકી ૮૫૦ પશુઓ તો મરણને શરણ થઇ ચૂકયા છે. વર્તમાન અછત-દુષ્કાળની કટોકટીમાં કચ્છના હજારો પશુઓને બચાવવા શ્રી વર્ધમાન પરિવાર મુંબઇ દ્વારા અનેક ઢોરવાડાઓ કચ્છ ખાતે ગુજરાત સરકાર અને દાતોની મદદથી ચાલુ કરેલ છે. હજુ આવતાં જુલાઇ મહિના સુધી એટલે કે કપરા સાત મહિના કાઢવાના  છે. શ્રી વર્ધમાન પરિવારે તો અગમચેતી વાપરીને પાંચ મહિનાથી જ નખત્રાણા, લખપત, અને અબડાસા તાલુકાઓમાં રાહતકાર્ય શરૂ કરી દીધું હતું. પાંચ મહિનામાં ૧૩૩ ગામોના પશુઓના ચારાપાણીની પાછળ જ બે કરોડ રૂપિયા ખર્ચાઇ ચૂકયા છે. આ મેગા કેટલ કેમ્પનો પ૦,૦૦૦ હજાર જેેટલા અબોલ જીવોને મળી રહયો છે.

 હજુ પણ આસહિતના તેમજ વધુ અબોલ જીવોને આગામી જુલાઇ માસ સુધી શકય હશે ત્યાં સુધી મદદ કરવાની લગભગ ૨૫ કરોડ રૂપીયાના માતબર અર્ચે વર્ધમાન પરીવારની ભાવના છે. કચ્છ ખાતેના કેટલ કેમ્પની વ્યવસ્થા વર્ર્ધમાન પરીવારના દેવચંદભાઇ, જીતુભાઇ, કમલેશભાઇ, પ્રકાશભાઇ ડાભી, અશોકભાઇ, હિરેનભાઇ, મંગલભાઇ, રમેશભાઇ છેડા, મહેન્દ્રભાઇ, રમેશભાઇ સહિતનાઓ કરી રહયાં છે. વર્ધમાન પરીવારના અતુલભાઇ શાહ તેમજ આદર્શ ભારત નેટવર્કના જાણીતા પત્રકાર સંજયભાઇ વોરા પણ સહયોગી થઇ રહયાં છે.

અમદાવાદ પાંજરાપોળના અધ્યક્ષ અને વૈશ્વીક જૈન શ્રેષ્ઠી, જાણીતા ઉદ્યોગપતી શ્રી સવેગ લાલભાઇને કચ્છની ગંભીર પરિસ્થિતની માહીતી આપવામાં આવી ત્યારેતેમણે વર્ધમાન પરિવારને દુકાળરાહતના કાર્યો માટે બે કરોડ રૂપિયાનું માતબર અનુદાન આપવાની જાહેરાત કરી. આ દાનની રકમ ગુજરાતના જીવદયાપ્રેમી લોકલાડીલા મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીના શુભ શસ્તે એનાયત કરવા માટે બુધવારેસવારે ૮.૪૫ કલાકે જયુબિલી બાગના શ્રછ અરવિંદભાઇ મણિયારસભા ગૃહમાં જીવદયા અનુદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં રાજકોટના  મેયર શ્રીમતી બીનાબહેન આચાર્ય તેમજ શ્રી વર્ધમાન પરિવારના ટ્રસ્ટીશ્રી કેશરીચંદજી સંપતરાજજી મહેતા પણ ખાસ ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજન અંગે ચંદ્રકાંતભાઇ શેઠ, પરેશભાઇ દોશી, પ્રતિકભાઇ સંઘાણી, રમેશભાઇ ઠક્કર, વસંતભાઇ દોશી, યશભાઇ શાહ, કાર્તિકભાઇ દોશી, હરેશભાઇ શાહ, ધીરેન્દ્રભાઇ કાનાબાર, સહિતનાની આયોજન કમીટી વર્ર્ધમાન પરીવારના અતુલભાઇ શાહના સથવારે તેમજ ગુજરાત સરકારના એનીમલ વેલફેર બોર્ડના રાજેન્દ્ર શાહ, મિતલ ખેતાણીના માર્ગદર્શનમાં કાર્યરત બની છે. જીવદયા અનુકંપાના આ પ્રરણાદાયી પ્રસંગને સોૈરાષ્ટ્રના જાણીતા જીવદયા પ્રેમીઓ ઇશ્વરભાઇ દોશી, પ્રવીણભાઇ કોઠારી, નટુભાઇ શેઠ, એડવોકેટ કમલેશભાઇ શાહ, સુમનભાઇ કામદાર, રાજુભાઇ શાહ, (સમસ્ત મહાજન), ઉપેન્દ્રભાઇ મોદી, ડોલરભાઇ કોઠારી, ભરતભાઇ ભીમાણી, મયુરભાઇ શાહ, સી.પી. દલાલ, શીરીષભાઇ બાટવીયા, સંજયભાઇ મહેતા, મીઠાણી તુષારભાઇ મહેતા, સેતરભાઇ દેસાઇ, વિજયભાઇ ડોબરીયા, મિલનભાઇ કોઠારી, પ્રકાશભાઇ મોદી, પારસભાઇ મોદી, હેમાબેન મોદી, રમેશભાઇ દોમડીયા, નિલેશભાઇ દોશી, હેમલભાઇ કપાસી, મનોજભાઇ ડેલીવાળા, ધીરેનભાઇ ભરવાડા, આશીષભાઇ વોરા, નીલેશભાઇ શાહ,, ભાસ્કરભાઇ પારેખ, સુધીરભાઇ સહીતનાનો સહયોગ મળી રહ્યો છે.

તમામ જીવદયાપ્રેમીઓને બુધવારે સવારે ૮.૩૦ કલાકે (સમયસર) જયુબીલી બાગના અરવિંદભાઇ મણીયાર સભાગૃહમાં પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. નવકારશી (અલ્પાહાર) નો લાભ આપવા પણ વિનંતી કરાઇ છે.

વિશેષ માહીતી માટે રાજેન્દ્રભાઇ શાહ,(મોબાઇલ નં.બર ૯૪૨૬૨ ૫૦૮૧૬) અને મિતલભાઇ ખેતાણી (મોબાઇલ નંબર ૯૮૨૪૨ ૨૧૯૯૯) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

તસ્વીરમાં 'અકિલાના  એકઝીકયુટીવ એડીટર નિમિષભાઇ ગણાત્રા સમક્ષ (વિગતો વર્ણવતા ચંદ્રકાંતભાઇ શેઠ, મિતલ ખેતાણી, ડોલરભાઇ કોઠારી, પ્રતિક સંઘાણી, રમેશભાઇ દોમડિયા, કાર્તિકભાઇ દોશી, નિલેશભાઇ દોશી, આશીષભાઇ વોરા, રાજુભાઇ શાહ, યશભાઇ શાહ નજરે પડે છે. (તસ્વીર સંદીપ બગથરીયા)

(5:42 pm IST)