Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

રાજસ્થાનમાં ભાજપની જીત માટે પૂરજોશમાં પ્રચારકાર્યઃ રાજકોટ-સૌરાષ્ટ્રની ટીમ જોડાઇ

રાજકોટ તા.૩: દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશનો સર્વાંગી વિકાસ થઇ રહયો છે અને વધુને વધુ રાજયોમાં ભાજપના નેતૃત્વવાળી સરકારો કાર્યરત છે ત્યારે આગામી તા.૭ ડીસેમ્બરના રાજસ્થાન ખાતે વિધાનસભાની ચૂંટણીમાં પણ ભગવો લહેરાવવા ભાજપ ટીમ કટીબદ્ધ બની છે.

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાતભરમાંથી અસંખ્ય કાર્યકર્તાઓ રાજસ્થાન ચૂંટણી પ્રચાર-પ્રસારમાં જોડાયા છે. સૌરાષ્ટ્રભરમાંથી રાજસ્થાન ખાતેની ચૂંટણી વ્યવસ્થા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી સંભાળી રહયા છે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીનામાર્ગદર્શન હેઠળ ધારાસભ્ય અરવિંદ રૈયાણી, વિધાનસભા ૭૧ના ઇન્ચાર્જ રાજુભાઇ બોરીચા, સ્ટેન્ડીંગ કમિટિના પૂર્વ ચેરમેન પુષ્કર પટેલની આગેવાની હેઠળ રાજકોટ શહેરભરમાંથી ભાજપના કાર્યકર્તાઓ રાજસ્થાનની આસપુર વિધાનસભા તથા ડુંગરપુર વિધાનસભા ખાતે છેલ્લા ઘણા દિવસોથી ચૂંટણી પ્રચાર-પ્રસારમાં જવાબદારી સંભાળી રહયાં છે.

ધનસુખ ભંડેરી, અરવિંદ રૈયાણી, પુષ્કર પટેલ, રાજુભાઇ બોરીચાએ આસપુર તથા ડુંગરપુર વિધાનસભામાં આવતા ગામડાઓમાં પ્રચારકાર્યને વેગવંતુ બનાવેલ છે.

રાજકોટ શહેરમાંથી અશ્વિન પાંભર, મહેશ રાઠોડ, વિક્રમ પૂજારા, રઘુભાઇ ધોળકિયા, પ્રવીણ પાઘડાર, સંજય દવે, આયદાનભાઇ બોરીચા, પોપટભાઇ ટોળીયા, સંજય પીપળીયા, હીતેશ મુંગરા, રમણીકભાઇ દેવળીયા, રૂપેશ ડોડીયા, ધર્મેશ ડોડીયા, રણજીતભાઇ ચાવડા, મેહુલ જશાણી, નંદલાલભાઇ માણાવદરીયા, અલ્પેશ સાદરીયા, ભીમજીભાઇ પરસાણા, દીલસુખ રાઠોડ, અશ્વિન રાખશીયા, અરવિંદ નીનામા, કુલદિપસિંહ જાડેજા, રવિ પરમાર, સંજય ભાલોડીયા, આશીષ ભટ્ટ, હીરેન શાપરીયા, દીપક પટ્ટણી, કરણ મોદી, રસીકભાઇ પટેલ,સુરેશ રૈયાણી, જેન્તી ભાખર, જેસીંગભાઇ રાઠોડ, પરેશ પીપળીયા, સી.ટી. પટેલ, ચંદુભાઇ ભંડેરી, જનકભાઇ કુગશીયા, વીજય બોરીચા, રમેશ અકબરી, પરેશ પીપળીયા (પી.પી.), હેમાંગ પીપળીયા, દેવદાન કુગશીયા, હીરેન પરસાણા, બાબુભાઇ હરસોડા, ભાર્ગવભાઇ મિયાત્રા, પ્રવીણ ખાચર, સુરેશ વસોયા, પીન્ટુ રાઠોડ, રમેશ ઉઘાડ, લાલજીભાઇ મોલીયા, દીગુભા ગોહીલ, રમેશ ઉઘાડ (ભાઇજી), પ્રવીણ કીયાડા, જીણાભાઇ ચાવડા, ભરત કુબાવત, રાજુભાઇ માલધારી, સંજયસિંહ રાણા, એલીશ રાઠોડ, કાળુભાઇ ઠુમર, દીનેશ લીંબાશીયા, મનોજ પાલીયા, શૈલેષ બુસા, શંકર પટેલ, યોગરાજસિંહ જાડેજા, જે.ડી. ડાંગર, સુરેશ રામાણી, પરષોતમભાઇ રાઠોડ, પવુભા ખાચર, દીલીપ લુણાગરીયા, રાજુભાઇ અઘેરા સહિતના કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચારમાં સતત કાર્યરત છે.

રાજકોટ શહેર ભાજપની આ ટીમને રાજસ્થાન ખાતે પ્રદેશ ભાજપ મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા તથા મનસુખભાઇ માંડવીયા, કે.સી. પટેલ સહિતના પ્રદેશ ભાજપ અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

(3:50 pm IST)