Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

ચેક રિટર્ન કેસના આરોપીને એક વર્ષની સજા અને ૯૦ હજાર વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા. ૩ : અત્રેના ચીફ જયુડી.મેજી. શ્રી વસેલીયાએ ચેક રીર્ટનના કેસમાં રાજકોટ શહેરના ફરસાણના  વેપારી આરીપોને ૧ વર્ષની સજા તથા ૯૦ હજાર વળતર ફરીયાદીને ચુકવવાનો હુકમ ફરમાવવામાં આવેલ છે.

બનાવની ટુંક હકીકત એવી છે કે રાજકોટ શહેરના કોઠારીયા રોડ ઉપર આવેલ હુડકો કવાર્ટર પાસે રસ રંગ ફરસાણના નામે ફરસાણનો ધંધો ચલાવતા જયેશભાઇ રસીકભાઇ જીવરાજાણીએ રાજકોટ શહેરના હરીધવા માર્ગ ઉપર આવેલ પુરૂષાર્થ સોસાયટીના વતની દીનેશભાઇ દદુભાઇ ખાટરીયા પાસેથી પોતાના ધંઘાના વિકાસ અર્થે રૂ.૧પ૦૦૦૦ (અંકે રૂપિયા એક લાખ પચ્ચાસ હજાર પુરા) હાથ ઉછીના મેળવેલ હતા જે રકમની અંશતઃ ચુકવણી પેટે આરોપીએ  ફરીયાદીને વર્ષ ર૦૧૬માં રૂ.૯૦૦૦૦ (અંકે રૂપિયા નેવુ હજાર પુરા) નો ચેક આપેલ હતો જે ચેક આરોપીના ખાતામાથી વગર ચુકવણે પરત ફરેલ હતો.

ફરીયાદીએ પોતાના વકીલ સંજય એચ. પંડિત મારફત આરોપીને લીગલ નોટટીસ પાઠવેલ હતી અને નોટીસનો સમયગાળો પુર્ણ થયા બાદ પણ આરોપીએ ફરીયાદીની કાયદેસરની લેણી રકમ ચુકવેલ નહી જેથી ફરીયાદીએ પોતાના વકીલ મારફત કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ હતી જે કેસ ચાલી જતા ફરીયાદીના વકીલની દલીલો અને વડીઆદલતના રજુ રાખેલ ચુકાદાઓને ધ્યાને લઇ એડી.ચીફ. જયુડી.મેજી શ્રી વસેલીયાએ આરોપીને ૧ વર્ષની સજા તથા રૂપિયા ૯૦ હજાર ફરીયાદીને વળતર પેટે ચુકવવાનો હુકમ ફરમાવવામાં આવેલ છે.

(3:45 pm IST)