Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

ઘંટેશ્વર કવાર્ટરમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ ૨૩ હજારના દારૂ સાથે કિશોર સિંઘી પકડાયો

ઘનુભા ચોહાણ, જયદિપસિંહ, અને પ્રદિપસિંહ જાડેજાની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૩: ક્રાઇમ બ્રાંચે ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટર નં. ૯૪માં દરોડો પાડી કિશોર મનુભાઇ થાવરાણી (ઉ.૩૫) નામના સિંધી યુવાનને રૂ. ૨૩,૦૪૦ના ૭૨ બોટલ દારૂ સાથે પકડી લીધો છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ ડી. પી. ઉનડકટ, એએસઆઇ જયદિપસિંહ રાણા, હેડકોન્સ. હિતુભા ઝાલા, ભરતભાઇ વનાણી, કોન્સ. ઘનશ્યામસિંહ (ઘનુભા) ચોહાણ, યુવરાજસિંહ ઝાલા, મુકેશભાઇ, પ્રદિપસિંહ, સ્નેહ ભાદરકા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે જયદિપસિંહ રાણા, ઘનશ્યામસિંહ ચોૈહાણ અને પ્રદિપસિંહ જાડેજાની બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો. દારૂ કયાંથી લાવ્યો તે અંગે વિશેષ પુછતાછ થઇ રહી છે.

(3:46 pm IST)