Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

કોઠારીયા વિસ્તારના કારખાનામાં સગીરા ઉપરના ગેંગરેપ કેસના ત્રણ આરોપીની જામીન અરજીને ફગાવી દેતી કોર્ટ

'ચાર્જશીટ' બાદ સંજોગો બદલાયા નથીઃ સમાજ વિરોધી ગંભીર ગુનોઃ સમીર ખીરા

રાજકોટ, તા.૩: અહીંના કોઠારીયા વિસ્તારના કારખાનામાં ૧પ વર્ષની સગિરા ઉપર ગેંગરેપ કરવાના ગુનામાં પકડાયેલ જંગલેશ્વરના હુશેની ચોક પાસે રહેતા આરોપી સમીર અનવર ખલીફા, સુરેશ ઉર્ફે સુરો મોહન પરમાર અને કોઠારીયા ચોકડી પાસે આર.એમ.સી કવાટર્સ પાસે રહેતા અફઝલ કાસમ શાહમદારે 'ચાર્જશીટ' બાદ જામીન પર છૂટવા કરેલ અરજીને એડી.એસ.જજ.આર.એલ. ઠકકરે નકારી કાઢી હતી.આ અંગેની વિગત એવી છે કે, અહીંના કોઠારીયા વિસ્તારમાં રહેતી ૧પ વર્ષની સગીરાને ઉપરોકત આરોપીઓ એક કારખાનામાં મારકૂટ કરીને લઇ જઇને ગેંગરેપ ગુજાર્યો હતો.

આ બનાવ અંગે પોલીસે આરોપીઓ સામે કલમ ૩૭૬, ડી-એ, ૩૨૩, અને પોકસોની કલમ ૬-૧૭ હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરીને જેલહવાલે કર્યા હતાં.

આ ગુનામાં અગાઉ આરોપીની જામીન રદ થતાં ચાર્જશીટ બાદ ફરી જામીન પર છૂટવા અરજી કરી હતી.

આ અરજીના વિરોધમાં સરકારી વકીલ સમીર ખીરાએ રજુઆત કરેલી કે આરોપીઓ સામે ગેંગરેપનો ગંભીર ગુનો છે. પ્રથમ દર્શનીય સમાજ વિરોધી ગુનામાં સંડોવણી જણાઇ આવે છે. અગાઉ આરોપીની જામીન અરજી રદ થયેલ છે. અને ચાર્જશીટ બાદ પણ કોઇ સંજોગો બદલાયા ન હોય આરોપીની જામીન અરજી રદ કરવી જોઇએ.

ઉપરોકત રજૂઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને એડી.એસ.જજ,શ્રી ઠકકરે આરોપીઓની જામીન અરજીને નકારી કાઢી હતી.

આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી.શ્રી સમીર એમ.ખીરા રોકાયા હતા.

(3:45 pm IST)