Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

ઓપન સૌરાષ્ટ્ર ગુજરાતી ગીત, ગઝલ સુગમ સંગીત સ્પર્ધા

લાઇવ ઓરકેસ્ટ્રા-નિઃશુલ્ક પ્રવેશઃ નિષ્ણાંત જજની ટીમઃ વોરા વેલફેર - સીઝન્સ સ્કવેરનું આયોજન

 રાજકોટઃ તા.૩ ' ગીત અમે ગોત્યું ને તો' યે ના જડયું ' એવા  ગીત ગાતા લોકો માટે 'અમે ગીત ગગનના ગાશુ રે' એવુ ગણગણવાનો અવસર આવ્યો છે. સીઝન્સ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટ અને વોરા વેલફેર ફાઉન્ડેશનના સૌજન્યથી ઓપન સૌરાષ્ટ્ર ગુજરાતી ગીત, ગઝલ અને સુગમ સંગીતની સ્પર્ધાનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધામાં ગુજરાતી ગીતો, ભજન, સુગમ સંગીત, કાવ્યો નવોદીત ગાયકો રજુ કરશે. ૧૫૦ થી વધુ  એન્ટ્રી આવશે. આ સ્પર્ધા નિઃશુલ્ક છે. ૨૩મીએ ઓડીશન યોજાશે. ત્યારબાદ ૩૦મીએ સેમીફાઇનલ અને પાંચમીએ પ્રમુખ સ્વામી હોલ ખાતે ફાઇનલ રાઉન્ડ યોજાશે. નિષ્ણાંત જજની ટીમ સેવા આપશે.

લાઇવ ઓરકેસ્ટ્રા, અનુભવી જજની પેનલ અને આકર્ષક ઇનામો સાથની આ સ્પર્ધામાં સ્પર્ધકો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. સ્પર્ધા તા.૧૫મી ડિસેમ્બર પછી શરૂ થશે. જેના ફોર્મ મેળવવા સીઝન્સ સ્કેવેર, અમીન માર્ગ, રાજકોટ ખાતે સંપર્ક કરવા આયોજકો દ્વારા જણાવાયું છે. વોટ્સએપ દ્વારા ફોર્મ મેળવવા અને વધુ માહિતી માટે મો. ૯૮૨૫૩ ૫૯૨૨૪ ઉપર સંપર્ક કરવો

તસ્વીરમાં 'અકિલા'ના એકઝીકયુટીવ એડીટર અને વેબઆવૃતિના એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રા સાથે સીઝન્સ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટના સર્વેશ્રી અજયભાઇ જોષી, ભરતભાઇ દુદકીયા, વિજયભાઇ ચંદારાણા, કૃણાલભાઇ જોષી, ધારા રાઠોડ અને કોમલ મહેતા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:33 pm IST)