Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

સ્માર્ટ સીટી હેઠળ ટ્રાફીક કન્ટ્રોલ સીસ્ટમ્સ સહિતની યોજનાનું ૯૩ કરોડનું ટેન્ડર ૧૩૦ કરોડે પહોંચ્યું!

વધુ ભાવો મંજુર કરવાની હીલચાલથી પ્રજાની તિજોરીને ૪૦ કરોડનો ધુમ્બો લાગશે

રાજકોટ : સ્માર્ટ સીટીની ગ્રાન્ટ અનિયમીત રીતે કોર્પોરેશનને મળી રહી છે. તેના કારણે કોર્પોરેશનની તિજોરી પણ તંગ  બની છે ત્યારે અધુરામાં પૂરૂ સ્માર્ટ સીટીમાં ઓટોમેટિક ટ્રાફીક કોન્ટ્રોલનું ૯૩ કરોડનું મૂળ ટેન્ડર ૧૩૦ કરોડે પહોંચાડવાની હીલચાલથી પ્રજાની તિજોરીને ૪૦ કરોડ જેટલો ધુમ્બો લાગવાની ભીતિ સર્જાઇ છે.

આ અંગે આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ સ્માર્ટ સીટીમાં ઓટોમેટીક ટ્રાફીક કન્ટ્રોલ સિસ્ટમ, એકાઉન્ટીંગ સીસ્ટમ, ફેર કલેકશન સીસ્ટમ, ડીજીટલ નકશો (જી.આઇ.એસ.) વગેરે આધુનિક સુવિધાઓ માટે ૯૩ કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ થયું હતું, જેમાં બી.એસ.એન.એલ. કે જે સરકારનું જાહેર સાહસ છે તેનો રૂ. ૧ર૭ કરોડનું ટેન્ડર પણ છે અને  હનીવેલ નામની ખાનગી કંપનીએ ૧પ૩ કરોડ ભર્યા છે જેથી બી.એસ.એન.એલ.ને આ કોન્ટ્રાકટ મળે તેવી પૂરી શકયતા છે કેમ કે તેના ભાવ હનીવેલથી ઓછા છે, પરંતુ જો આ કોન્ટ્રાકટમાં રિટેન્ડર થાયનો હજુ ભાવ ઘટવાની શકયતા છે કેમ કે બી.એસ.એન.એલ. પણ આ કામનો પેટા કોન્ટ્રાકટ આપી કામ કરાવતું હોવાનું જાણવા મળ્યું છે. આમ મૂળ ૯૩ કરોડનો કોન્ટ્રાકટ ૧ર૭થી ૧૩૦ કરોડના એટલે કે અંદાજે ૪૦ કરોડ વધુ આપીને આપવાની હીલચાલથી પ્રજાની તેજોરીને વધુ નુકશાન થવાની ભીતી છે.(૮.૧પ)

(3:05 pm IST)