Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

BSNLની દેશવ્યાપી હડતાલ ૭ દિવસ મોકૂફ : પ્રશ્નો ન ઉકેલાય તો ફરી આંદોલન

૪જી સ્પેકટ્રમ, નિવૃત કર્મચારીઓનું પેન્શન ડિવીઝન સહિતના પડતર પ્રશ્નો ઉકેલવા દેશના કેન્દ્રીય સંચારમંત્રી અને બીએસએનએલ રાષ્ટ્રીય યુનિયનના આગેવાનો વચ્ચે સતત ૮ થી ૯ કલાકની મંત્રણા : ૭ દિવસમાં પ્રશ્નો ઉકેલવા સરકારે ખાત્રી આપતા આંદોલન મોકૂફ

રાજકોટ, તા. ૩ : ગઈકાલે તા.૨ ડિસેમ્બરને રવિવારે મધરાતથી દેશભરના ૨ લાખ જેટલા બીએસએનએલ અધિકારીઓની હડતાલ પાડી હતી.  જેમાં બીએસએનએલના અધિકારી - કર્મચારીઓને ભાડાભથ્થા તથા બીએસએનએલના ૪જી સ્પેકટ્રમની ફાળવણી, નિવૃત કર્મચારીઓને પેન્શન રીવીઝન, બીએસએનએલની આર્થિક હાલત સુધારવા સહિતના પ્રશ્નોના ઉકેલ માટે રાષ્ટ્રભરના બીએસએનએલ યુનિયનોના આગેવાનોએ સરકાર વિરૂદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર અને માંગણીઓ ઉઠાવી હતી. દરમિયાન ગઈકાલે દેશના સંચારમંત્રી અને બીએસએનએલના રાષ્ટ્રીય યુનિયનના આગેવાનો વચ્ચે સતત ૮ થી ૯ કલાક મંત્રણાઓ ચાલી હતી જેમાં કેટલાક પ્રશ્નો તાત્કાલીક ઉકેલવા અને કેટલીક માંગણીઓના વિકલ્પ આપવા સહિતની સહમતી બંને પક્ષે થઈ હતી. આથી હાલ તુરંત ૭ દિવસ માટે આ હડતાલ મોકૂફ રાખવાની જાહેરાત થઈ છે. જો માંગણીઓ નહિં સંતોષાય તો આઠમા દિવસે મધરાતથી ફરી દેશવ્યાપી હડતાલનું એલાન કરાયું છે.

નોંધનીય છે કે ટેલીકોમના તમામ યુનિયનો એસો.નો દ્વારા છેલ્લા ૯ માસથી કર્મચારીઓ - અધિકારીઓની વ્યાજબી માગણી અનુસંધાને અનેક વખત રજૂઆતો કરવામાં આવેલ છે. મેમ્બર ઓફ પાર્લામેન્ટ જીલ્લા કલેકટરશ્રીને આવેદન પત્રો આપવામાં આવેલ છે. ડેમોન્ટ્રેશન હડતાલ, રેલી યોજવામાં આવેલ છે. અનુસંધાને કોમ્યુનીકેશન મીનીટર ટ્રાય પ્રશ્નનું નિયકરણ કરવામાં આવશે તેવી યુનિયનોને ખાત્રી આપેલ હતી ૯ માસ બાદ તેમાં કવેટી કાઢી નાણાંકીય બાબત એફોર ટીબીલીટી જેવા કારણોસર માંગણીઓ  નકારવામાં આવેલ છે. જે અનુસંધાને તાજેતરમાં   ન્યુ દિલ્હી ખાતે જબરજસ્ત રેલીનું પણ આયોજન કરાયું હતું.

અમદવાદમાં યુનિયન એસો. ના જનરલ સેક્રેટરીઓ રૂબરૂ આવી કર્મચારીઓના મુદા પર પગાર પંચની માંગણીઓ ૪ થી સ્પેક્રટમ પેન્શન રીવીઝન વિશે વિસ્તૃત સમજ આપવામાં આવેલ હતી.

રાજકોટ જીલ્લામાં તમામ તૈયારીમાં પરીપૂર્ણ કરી દેવામાં આવેલ છે. રાજકોટ જીલ્લામાં બીએસએનએલ.ની હડતાલ સફળ બનાવવા માટે યુનિયન એસો.ના સર્વે હોદેદારો સર્વ શ્રીમતી નીકુબેન સોલંકી, એમ. જી. ઠુમર, અર્જુનસિંગ યાદવ, એન. કે. ત્રિવેદી, અશોક હિન્ડોચા, દિપકભાઇ ત્રિવેદી, કૌશિક કુંડલીયા, આર. પી. કાલરીયા, આર. એ. વ્યાસ, શ્રીમતી મીનાબેન મહેતા, વી. એમ. લાલકીયા, ભરતભાઇ તેજાબી, દિપકભાઇ ત્રિવેદી, કે. બી. સીંગ, હરીશ એન. દૂબે, વી. વી. પરમાર, સી. એસ. તન્ના, દક્ષિણી, એમ. જે. મીરાણી, આઇ. એચ. પઠાણ, ડી. જ.ે લોટીયા, સહિત જહેમત ઉઠાવી હતી.(૩૭.૪)

(11:46 am IST)