Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

ઠંડીનું ધીમા પગલે આગમન : રાજકોટ ૧૫.૬

મોર્નિંગ વોકર્સની સંખ્યા વધી : લોકો ગરમ વસ્ત્રોમાં જોવા મળ્યાઃ શહેરમાં સૌપ્રથમ વખત આટલુ નીચું તાપમાન : હવે ઠંડીમાં ક્રમશઃ વધારો થતો જશે

રાજકોટ, તા. ૩ : આ વખતે ઠંડીની સિઝનની પણ મોડી શરૂઆત થઈ છે. ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે આમ છતાં હજુ સુધી ઠંડીએ જોર પકડ્યુ નથી. આ મહિનાના અંત સુધીમાં ઠંડીનો પારો ગગડી જશે તેવી સંભાવના છે.

દરમિયાન રાજકોટ શહેરમાં આજે સવારે ન્યુનતમ તાપમાન ૧૫.૬ ડિગ્રી નોંધાયુ છે. જે આ સીઝનનું સૌથી નીચુ તાપમાન નોંધાયું છે.રાજકોટ શહેરમાં આજે સવારે ઠંડા પવન ફૂંકાયા હતા. લોકો ગરમ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. ઘરોમાં અને ઓફીસોમાં પંખા ધીમા થઈ ગયા તો એસી ચાલુ કરવાના બંધ થઈ ગયા છે. આમ છતાં હજુ મિશ્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રીના સમયે ઠંડીનો અને બપોરના ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.

હવામાન સૂત્રો કહે છે કે આગામી દિવસોમાં ઠંડીમાં ક્રમશઃ વધારો થતો જોવા મળશે. જમ્મુ કાશ્મીર સહિત પહાડી પ્રદેશોમાં બરફવર્ષા પડશે ત્યારબાદ સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ઠંડીમાં વધારો થવાની શકયતા છે.(૩૭.૨)

 

(11:45 am IST)