Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

મ.ન.પા.ની પ્રોજેકટ શાખા દ્વારા PMSVANidhi માં યોજનાના લાભાર્થીઓને ડીઝીટલ ટ્રાન્ઝેકશનથી માહિતગાર કરાયા

રાજકોટઃ મહાનગરપાલિકાની પ્રોજેકટ શાખા દ્વારા ભારત સરકારશ્રી પુરસ્કૃત PMSVANidhi યોજના અંતર્ગત તાજેતરમાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત બેંક ઓફ બરોડા-બેડીપરા શાખાના ૧૫૮ શહેરી શેરી ફેરીયાઓને પ્રોજેકટ શાખા દ્વારા અટલ બિહારી બાજપેયી ઓડીટોરીયમ, પેડક રોડ ખાતે મ્ય્ કોડ એનાયત કરવામાં આવેલ હતા. સાથોસાથ શહેરી શેરી ફેરિયાઓ ટેકનોલોજીના માધ્યમથી ડીઝીટલ ટ્રાન્ઝેકશન કરતા થાય તે માટે ઉપસ્થિત લાભાર્થીઓને ડીઝીટલ ટ્રાન્ઝેકશન માટે  માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્ટેટ બેંક ઇન્ડીયાના લીડ ડીસ્ટ્રીકટ મેનેજર બિસ્વાલ સર, બેંક ઓફ બરોડાના રીજીયોનલ હેડશ્રી જે.બી.રોહડા, ડેપ્યુટી રીજીયોનલ હેડ અશોક ગોસ્વામી, રણછોડનગર બ્રાંચ હેડ હેમકાંત ઠાકુર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. ડીઝીટલ ટ્રાન્ઝેકશનની રોજેરોજ દૈનિક વ્યવહારમાં મિનિમમ પાંચ ટ્રાન્ઝેકશન કરવા જરૂરી છે. તદુપરાંત, ડીઝીટલ ટ્રાન્ઝેકશનના ઉપયોગ સંબંધિત માહિતી જે તે લોન મેળવેલ બ્રાંચમાંથી આપવામાં આવશે તથા રાજકોટ શહેર માટે ડીઝીટલ પેમેન્ટ એગ્રીગેટર(DPA) ફોન-પે પ્રતિનિધિના મોબાઈલ નંબર ૯૦૯૯૪ ૭૦૦૦૭ પરથી પણ મળી રહેશે.સમગ્ર કામગીરી નાયબ મ્યુનિ. કમિશનર સી.કે.નંદાણી તથા સહાયક કમિશનર એચ.આર. પટેલના માર્ગદર્શન હેઠળ પ્રોજેકટ શાખાના આસી.મેનેજર એચ.જી.મોલીયા તથા પ્રોજેકટ શાખાના સમાજ સંગઠકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

(3:37 pm IST)