Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

મેયર પ્રદીપ ડવના જન્મદિનની વૃધ્ધાશ્રમમાં વિશીષ્ટ ઉજવણી

રાજકોટ : શહેરના મેયર પ્રદીપ ડવના જન્મદિન નિમિત્તે આજે સહકાર ગ્રૃપ તથા માય ઇન્ડીયા ફર્સ્ટ અને શ્રી ઓમસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સદ્ભાવના વૃધ્ધાશ્રમ, ગોંડલ રોડ ખાતે ઉજવણી કરાયેલ. મેયરની હાજરીમાં કેક કાપી વડીલોના મોઢા મીઠા કરાવાયેલ. મેયરના શુભેચ્છકો દ્વારા બે દિવસ વૃધ્ધાશ્રમમાં જમણવાર રાખવામાં આવેલ છે. સહકાર ગ્રૃપના પ્રમુખ ધર્મન્દ્રસિંહ ઝાલા (પીન્ટુભાઇ) ઉપપ્રમુખ સંદીપ બગથરીયા, સુખદેવસિંહ ઝાલા, જીતુભાઇ કક્કડ, જે.ડી. ધાધલ, સંદીપ પ્રજાપતિ, સચિન કોટક, હરેશ સબાડ, અભય નાંઢા, સદિપસિંહ વિરાજ, મડીયા, અમીષ દક્ષિણી, રઘુવિરસિંહ, સુનીલભાઇ, આનંદ, નિરવભાઇ યોગેશ, જીતુભાઇ દિગ્વીજયસિંહ, પિયુષ નાંઢા, દિપકભાઇ વગેરે હાજર રહ્યા હતા. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:34 pm IST)