Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

છેલ્લા ૫ દિ'માં ૧૮૦ પશુઓ પકડાયા

શહેરના રાજમાર્ગો પરથી રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા મનપાના એ.એન.સી.ડી. શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ૩ : મનપાની એ.એન.સી.ડી. શાખા દ્વારા છેલ્લા પાંચ દિવસમાં શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૧૮૦ પશુઓ પકડવામાં આવ્યા છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલીકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા. ૨૭ થી ૩૧ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો સોમનાથ સોસાયટીમાંથી ૧૨ પશુઓ, કોઠારીયા મેઈન રોડ પરથી ૪ પશુઓ, બાપુ નગર/પટેલ નગર/સહકાર રોડ પરથી ૮  પશુઓ, અમરનગર ઈન્ડસ્ટ્રીઝ પાસેથી ૬ પશુઓ, રામેશ્વર ચોક/સોપાન હાઈટ્સ/રૈયા રોડ પરથી ૫ પશુઓ, ગોકુલનગર આવસ યોજના પાસેથી ૬ પશુઓ, વેલનાથપરામાંથી ૯  પશુઓ, રામપાર્ક/કોઠારીયા સર્વિસ રોડ પરથી ૯ પશુઓ, માન સરોવર સો.સા. માથી ૪ પશુઓ, સંતકબીર રોડ પરથી ૬ પશુઓ, પ્રધ્યુમન પાર્ક પાસેથી ૧૯ પશુઓ તથા આજી ડેમ પાસેથી ૬ પશુઓ તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૧૮૦ પશુઓ પકડવામાં આવેલ છે.

(3:32 pm IST)