Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

બજારમાં ખરીદી માટે આવતા લોકોને જાગૃત કરવા બી -ડીવીઝન પોલીસનો નવતર પ્રયોગ

હેન્ડલ લોક માર્યા વગર પાર્ક કરેલા ટુ વ્હીલરોને ટોઇંગ કર્યા બાદ મૂળ માલીકોને પરત કરાયા

રાજકોટ : દિવાળીના તહેવાર અંતર્ગત બજારોમાં ખરીદી કરવા માટે લોકો એકઠા થતા હોય તેથી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ ટ્રાફીક સમસ્યા દૂર થાય તે હેતુથી બી ડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઇ એચ.એમ.જાડેજા સહિતના સ્ટાફે પેડક રોડ, સંત કબીર રોડ, ગોવિંદબાગ શાકમાર્કેટ તથા ભીડ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે લોકો હેન્ડલ લોક માર્યા વગર પોતાના વાહનો રોડ પર પાર્ક કરી જતા રહેલ હોય તેવા ટુ વ્હીલરોને પોલીસે ટુ વ્હીલરો ટોઇંગ કરી બી ડીવીઝન પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. ખરાઇ કર્યા બાદ મૂળ માલીકોને ટુ વ્હીલર સોંપ્યા હતા. 

(3:19 pm IST)