Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

રૂ. બે લાખનો ચેક પાછો ફરતાં સુરતના વેપારીને કોર્ટમાં હાજર થવા ફરમાન

રાજકોટ તા. ૩: રૂ. ર-લાખના ચેક રીટર્નની સુરતના વેપારી સામે ફરીયાદ થતાં કોર્ટે સમન્સ કાઢી આરોપીને હાજર થવા હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના લોઠડા ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં પ્રિતેશભાઇ જયસુખભાઇ બાબરીયા 'મહાદેવ કાસ્ટીંગ'ના નામથી પાર્ટનર દરજજે ફાયર સેફટી ઇકવીપમેન્ટની વસ્તુઓ બનાવવાનો ધંધો કરે છે. જયારે આ કામના આરોપી હિતેષકુમાર ગોરધનભાઇ મિસ્ત્રી સરનામું: ૩૭/ર, વશી કોલોની, ઉધના તીન રસ્તા, સુરત ખાતે 'એ ટુ ઝેડ ફાયર એન્ડ સેફટી સર્વીસ'ના નામથી પ્રોપરાઇટર દરજજે ધંધો કરે છે. આમ ફરીયાદી પાસેથી આ કામના આરોપી હિતેષકુમાર ગોરધનભાઇ મિસ્ત્રી એ ફાયર સેફટી ઇકવીપમેન્ટના માલની ખરીદી કરેલી જે માલનું બાકી નીકળતું પેમેન્ટ રૂ. ર,૧૪,૯૩૬/- અંકે રૂપિયા બે લાખ ચૌદ હજાર નવસો છત્રીસ પુરા ચુકવવા માટે તેઓએ તેમની પેઢીના ખાતા વાળી યશ બેંક લી., આર.ટી.ઓ. પાસેની બ્રાંચ, સુરતના ત્રણ ચેક આપેલા જે ત્રણેય ચેક ફરીયાદીએ તેમના 'મહાદેવ કાસ્ટીંગ' ના ખાતા વાળી કેનેરા બેંક, ભકિનગર સર્કલ બ્રાંચ, રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું ત્રણેય ચેક ફન્ડ્સ ઇન્સફીસીયન્ટના શેરા સાથે પરત ફરેલ.

આમ ત્રણેય ચેક બિન ચુકતે પરત ફરતા ફરીયાદીએ આ કામના આરોપીને ચેક મુજબની રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી આમ છતાં આ કામના આરોપીએ રકમ ન ચુકવતા ફરીયાદીએ તેમના વકીલ અતુલ સી. ફળદુ મારફત ધી નેગોશીયેબલ ઇન્ટ્રુ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરતા રાજકોટના એડીશ્નલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટે એ ટુ ઝેડ ફાયર એન્ડ સેફટી સર્વીસના પ્રોપરાઇટર હિતેષકુમાર ગોરધનભાઇ મિસ્ત્રીને સમન્સ ઇસ્યુ કરી નામદાર કોર્ટમાં હાજર થવા હુકમ કરેલ છે.

(3:15 pm IST)