Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

બાળકનું અપહરણ અને પોકસોના ગુનામાં પકડાયેલો કેશુ પરમાર કોર્ટ હવાલે

રાજકોટ તા. ૩ : રાજકોટમાં રહેતા ૧૦ વર્ષના બાળકના આજીડેમ વિસ્તારમાં દર્શન કરવાના બહાને અપહરણ કરી શર્મનાક કૃત્ય આચરનાર ૫૦ વર્ષના ઢગાની થોરાળા પોલીસે ધરપકડ કરી આજે તેને કોર્ટ હવાલે કરવા તજવીજ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ આજી વસાહત વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષના ઢગાએ ૧૦ વર્ષના એક બાળકને આજી ડેમના મેલડી માતાના મંદિરે દર્શન કરાવવાના બહાને લઇ જઇ પહેલા દર્શન કરાવી બાદમાં ઉપરની ટેકરી પર ચઢી ત્યાંથી પાછળનો ભાગે લઇ જઇ પોતાનુ પેન્ટ ઉતારી 'મને હસ્તમૈથુન કરી દે નહીતર ઘરે નહી જવા દઉ' તેવી ધમકી આપી ન કરવાનું કરાવતા એ વખતે જ એક ભાઇ આવી જતા ઢગાને દબોચી પોલીસને સોંપતા થોરાળા પોલીસે બાળકના પિતાની ફરિયાદ પરથી ૮૦ ફુટ રોડ આજી વસાહત આંબેડકરનગર-૫માં રહેતા કેશુ દાનાભાઇ પરમાર (ઉ.૫૦) વિરૂધ્ધ આઇપીસી ૩૬૩, ૫૦૬ તથા પોકસોની કલમ ૮, ૧૨ મુજબ ગુનો નોંધી પી.આઇ. બી.એમ.કાતરીયા, પીએસઆઇ એચ.આર.હેરભા તથા એ.એસ.આઇ. અજીતભાઇ ડાભી, હેડ કોન્સ. કેવીનભાઇ સાગર તથા ભરતભાઇ ડાભી સહિતે કેશુ દાનાભાઇ પરમારની ધરપકડ કરી હતી અને આજે તેને કોર્ટ હવાલે કરવા તજવીજ હાથ ધરી છે.

(3:09 pm IST)