Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

દિવાળીના પર્વે આપણામાં રહેલા રાવણનો વિનાશ કરવાનો છે : વિજયભાઇ

શ્રી પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે દીપાવલિ પર્વની ઉજવણી : આર્થિક રીતે પછાત અને શહેરનાં છેવાડાનાં વિસ્તારનાં બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર આપવાનો ટ્રસ્ટનો અભિગમ પ્રશંસનીય છેઃ પ્રદીપભાઈ ડવ : અલગ અલગ ઝુંપડપટ્ટી વિસ્તારમાં મીઠાઇ -ફટાકડાનું વિતરણ : શ્રી પુજીત રૂપાણી ટ્રસ્ટના ઉપક્રમે કરાયું

રાજકોટઃ  દીપાવલિ પર્વ એટલે પ્રકાશનું પર્વ, આનંદ ઉલ્લાસનું પર્વ, અંધકારને દૂર કરી પ્રકાશ રેલાવવાનું પર્વ, તાજેતરમાં શહેરની ઝુંપડપટ્ટીઓ તથા પછાત વિસ્તારોમાં વસતા બાળકો તથા સ્ટ્રીટ ચિલ્ડ્રન બાળકો માટે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ ચલાવતી સંસ્થા શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટનાં ઉપક્રમે ધનતેરસનાં શુભ દિવસે છેવાડાના વિસ્તારોમાં રૂબરૂ સ્થળ ઉપર જઇ બાળકોને ફટાકડા તથા મીઠાઇનું વિતરણ કરવામાં આવેલ.

 રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી તથા ટ્રસ્ટનાં ચેરમેન શ્રી વિજયભાઇ રૂપાણી એ જણાવ્યું હતું કે દીપાવલિ પર્વને દિવસે ભગવાન શ્રી રામ લંકાના રાજા રાવણનો વધ કરી અયોધ્યા પધાર્યા હતા તે સૈતે આપણે પણ આપણા વિચારોમાં વહેવારોમાં આસુરી ગુણોનો વિનાશ કરવાનો છે. સમાજનાં દૂષણોનો વિનાશ કરવાનો છે. બાળકોમાં સદ્રુણોનું સિંચન કરી એક આદર્શ સમાજનું નિર્માણ કરવાનું છે. બાળકો એ દેશનું ભવિષ્ય છે. તેમ કહી આ દીંપાવલિ પર્વ સર્વેને સુખદાયી, નિરામયી અને પ્રગતિકારક બની રહે તેવી શુભેચ્છા પાઠવેલ હતી.

 આ પ્રસંગે મેયર શ્રી ડૉ.પ્રદીપભાઈ ડવે જણાવ્યું હતું કે આર્થિક રીતે પછાત અને છેવાડાનાં વિસ્તારનાં બાળકોને કેન્દ્રમાં રાખી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી પ્રવૃતિઓમાં શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું ખૂબ મહત્વનું છે જે ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષથી કરી રહ્યું છે. જે ખૂબ પ્રશંસનીય છે આજે તબીબી સેવાઓ ખૂબ જ મોંઘી છે ત્યારે  ટ્રસ્ટ માત્ર રૂ.૫ માં તબીબી સેવા આપી રહ્યું છે તે ગરીબ લોકો માટે આશીર્વાદરૂપ છે. માનવતા વિજયભાઈનાં લોહીમાં વસેલ છે જે આ ટ્રસ્ટની પ્રવૃતિઓમાં ઊભરી આવે છે. આ ટ્રસ્ટે માનવ સેવા તે પ્રભુ સેવાને યથાર્થ કરેલ છે તેમ કહી શુભેચ્છા પાઠવેલ હતી.

 ટ્રસ્ટ દ્વારા આજે ફટાકડા મીઠાઇ વિતરણ કાર્યમાં મયુરનગર ખાતે આવેલ ટ્રસ્ટના ભવન 'કિલ્લોલ' ર ખાતે શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટનાં ચેરમેન તથા ગુજરાત રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે મેયર ડો. પ્રદીપભાઈ ડવ, અરવિંદભાઇ દોમડિયા, જુના રૈયાધાર ખાતે ટ્રસ્ટી શ્રીમતી અંજલિબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઇ મીરાણી, પૂર્વ મેયરશ્રી બીનાબેન આચાર્ય તથા વોર્ડ નં.૧નાં કોર્પોરેટરશ્રી દુર્ગાબા જાડેજા, નવા રૈયાધાર ખાતે શ્રી અમીનેશભાઈ રૂપાણી, વોર્ડ નં.૧નાં કોર્પોરેટરો શ્રી અલ્પેશભાઈ મોરજરીયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન શ્રી હિરેનભાઈ ખીમાણિયા તથા સંગઠન વોર્ડ પ્રમુખ શ્રી હિતેશભાઈ મારૂ, લોહાનગર ખાતે પૂર્વ કોર્પોરેટર શ્રી કશ્યપભાઈ શુકલ, વોર્ડ નં.૭નાં કોર્પોરેટર શ્રી નેહલભાઈ શુકલ તથા મુકેશભાઇ મહેતા, ઈંદિરાનગર ખાતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલ, સાત હનુમાન ખાતે ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ડૉ. મેહુલભાઈ રૂપાણી, વોર્ડ નં.૫નાં કોર્પોરેટરો શ્રી રસિલાબેન સાકરીયા તેમજ વોર્ડ નં.૪ ના કોર્પોરેટરાશ્રીઓ શ્રી નયનાબેન પેઢડીયા, તથા કંકુબેન ઊધરેજા વગેરેએ કર્મચારીઓ સાથે સ્થળ ઉપર જઇ ફટાકડા ફટાકડા તથા મીંઠાઇ-વિતરણ કર્યું હતુ.

કાર્યક્રમને સફળ બનાવવામાં ટ્રસ્ટી શ્રીમતી અંજલિબેન રૂપાણીનાં માર્ગદર્શન હેઠળ વહીવટી અધિકારી શ્રી ભાવેનભાઈ ભટ્ટ, , કો-ઓર્ડીનેટર શ્રીઓ નિરદભાઈ ભટ્ટ, જીજ્ઞેશભાઈ રત્નોતર, કર્મચારીઓ શ્રી શિતલબા ઝાલા, પ્રીતિબેન મહેતા, ધાનીબેન મકવાણા, મંજુલાબેન ભાલાળા, વર્ષાબેન મકવાણા, દીપકભાઈ જોશી, દેવજીભાઈ પરમાર, જોશી પ્રેમ, પૂર્વીબેન વાડોલીયા, રત્નોતર અંજનાબેન, વલ્લભભાઈ વરચંદ, અનુપભાઈ રાવલ, પ્રવીણભાઈ ખોખર, કેતનભાઈ ઠાકોર, પારસભાઈ બાખડા, કાંતિભાઈ નિરંજની, સાગરભાઈ પાટિલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:06 pm IST)