Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

મહેનત કરો... પરિશ્રમનું ફળ મળે છે : પ્રિમીયર સ્કુલના વંદિત શેઠને નીટમાં ૭૦૧ ગુણ

રાજકોટ એઈમ્સમાં પ્રવેશ મેળવવાની મહેચ્છા... પ્રિમીયર સ્કુલના શિક્ષકોનું સફળ માર્ગદર્શન

રાજકોટ, તા. ૨ : ગઈકાલે મેડીકલ પ્રવેશ માટે અન્ડર ગ્રેજ્યુએટ નીટની પરીક્ષાનું  પરિણામ જાહેર થયુ છે. જેમાં રાજકોટની ખ્યાતનામ અને નીટના પરિણામ માટે ખૂબ જાણીતી બનેલી પ્રિમીયર સ્કુલના તેજસ્વી વિદ્યાર્થી વંદિત શેઠ ૭૨૦માંથી ૭૦૧ ગુણ મેળવીને સમગ્ર ભારતમાં ૮૫ યુ.આર. રેન્ક મેળવ્યો છે.

રાજકોટના જાણીતા આંખના તબીબ  ડો.ઋષિત શેઠના સુપુત્ર વંદિત શેઠે જણાવ્યુ હતું કે, મારી સતત અને સખત મહેનત તેમજ દરરોજનું કામ દરરોજ કરતાં મને સફળતા મળી છે. પ્રિમીયર સ્કુલના નેહાબેન દેસાઈ મને સતત માર્ગદર્શન પણ મારી સફળતા માટે પ્રેરણારૂપ રહી છે.

ધો.૧૧માં તો ઓફલાઈન સ્કુલ હતી. પરંતુ ધો.૧૨માં ઓનલાઈન જ અભ્યાસ કરવો પડ્યો. પણ ઓનલાઈન અભ્યાસમાં કોઈ નુકશાન નથી થયુ.

વંદિતના જણાવ્યા મુજબ પરીક્ષા જયારે સપ્ટેમ્બરમાં યોજવાની હતી ત્યારે બધા પ્રિમીયરના શિક્ષકોએ ફરીથી બધા વિષયના બધા જ ચેપ્ટરનું સારી રીતે રીવીઝન કરાવ્યુ. કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં પણ પ્રિમીયર સ્કુલના શિક્ષકો ૨૪*૭ હંમેશા ખાલી ડાઉટ નહિં પણ વિદ્યાર્થીઓને પૂરેપૂરૂ એકઝામ માટેનું પ્રોત્સાહન પણ આપતા હતા. મારે રાજકોટ એઈમ્સમાં પ્રવેશ મેળવવો છે.

પ્રિમીયર સ્કુલના સંચાલકો જ શિક્ષકો હોવાને લીધે સ્ટુડન્ટ્સને તૈયારી કરવામાં ખૂબ જ સહાય થાય છે. પ્રિમીયરના ટીચર્સ અને સ્ટુડન્ટ્સમાં કોઈ પણ જાતનો કમ્યુનિકેશન ગેપ નથી હોતો. જો તમે પહેલેથી જ નિયમીત દિન ચર્યાનું પાલન કરી ભણો તો તમને સફળતા પ્રાપ્ત થાય.

મારા જુનિયર્સને મારી એ સલાહ છે કે ફકત મહેનત કરતા રહો અને ટેન્શન ન લો. ભલે આ વાત કહેવી સરળ છે, પણ સત્ય છે. તમે પરિશ્રમ કરશો તો તેનું ફળ જરૂર મળશે. મને પ્રિમીયર સ્કુલના નેહાબેન દેસાઈ, મનનભાઈ જોષી, નિરવભાઈ બદાણી, મુકેશભાઈ તિવારીનું માર્ગદર્શન પ્રેરણારૂપ રહ્યુ હતું.

(2:59 pm IST)