Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

કોરોનાકાળમાં ક્રાઇસ્ટ હોસ્પિટલે માનવતાની સેવા પુરી પાડેલીઃ વિજયભાઇ

વિજયભાઇ રૂપાણીના હસ્તે ત્રણ અત્યાધુનિક મેડીકલ વિભાગોનો પ્રારંભઃ મા અમૃતમ યોજના હેઠળ સ્ત્રીરોગ યુરોલોજી, કિડનીના રોગો, હૃદયરોગોને લગતા દર્દોની સારવાર અપાશે

રાજકોટઃ તા.૩, ક્રાઇસ્ટ હોસ્પિટલ છેલ્લા દસ વર્ષથી સૌરાષ્ટ્ર કચ્છ ના જનતાના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે રાત-દિવસ કાર્યરત છે ક્રાઇસ્ટ હોસ્પિટલ ૧૦ વર્ષ પહેલા જરૂરિયાત પ્રમાણે મેડિકલ ડિપાટમેન્ટ સાથે કાર્યરત હતી.  દસ વર્ષમાં  હોસ્પિટમાં ઘણા બધા નવા અત્યાધુનિક મેડિકલ વિભાગો ચાલુ થયા છે અને સુપર સ્પેશિયાલિટી વિભાગ પણ કાર્યરત થયા છે.

ક્રાઇસ્ટ હોસ્પિટલ ગુજરાત રાજ્યમાં પ્રથમ પ્રાઇવેટ હોસ્પિટલ બની હતી જેને સરકાર શ્રી સાથે કોરોના દર્દાઓનો ઈલાજ થાય તે માટે એમઆંયુ સાઇન કર્યા હતા.  મેડિકલ હેલ્થ કેર વિભાગો અને હોસ્પિટલ સાથે સાથે એજ્યુકેશન એટલે કે પેરામેડિકલના કોર્સ પણ કાર્યરત છે. કિએસ  હેલ્થ એકેડમી અને પ્રાઇઝ ઇન્સ્ટિટયૂટ ઓફ ર્નસિંગ આ બે સંસ્થાઓ ક્રાઇસ્ટ હોસ્પિટલ સાથે જોડાયેલ છે જે આ તમામ કોર્સ ને લગતા શિક્ષણ વિદ્યાર્થીઓને પૂરા પાડ છે. ક્રાઇસ્ટ હેલ્થ એકેડેમી અને પક્રાઇસ્ટ કોલેજ ઓફ ર્નસિંગ આ બે સંસ્થાઓ ક્રાઇસ્ટ હોસ્પિટલ સાથે જોડાયેલ હોવાનું જણાવાયું છે.

ધનતેરસના શુભ દિવસે કઈ હોસ્પિટલમાં વધુ ત્રણ વિભાગો કાર્યરત થઇ રહ્યા છે. પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના અને મુખ્યમંત્રી માં અમૃતમ યોજના હેઠળ હવેથી ક્રાઇસ્ટ હોસ્પિટલમાં સ્ત્રીરોગ યુરોલોજી એટલે કકેડનીના રોગો હૃદયરોગ નય સજરોના રોગોને લગતા તમામ નિદાન અને અત્યાધુનિક મેડિકલ સારવાર પૂરો પાડવામાં આવશે. આ ઉપરાંત ડાયાલીસીસ યુનિટ નો પણ  શુભારંભ થઇ રહ્યો છે. ગામડાઓમાં દર્દોઓને જ્યાં પ્રાથમિક મેડિકલ સુવિધા મળી રહે તે માટે ક્રાઇસ્ટ હોસ્પિટલ દ્વારા કાર્યરત કરવામાં આવ્યું છે.

આ ત્રણેય વિભાગોના ઉદ્ધાટન  પૂર્વ મુખ્યમંત્રી  શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતુ.

  આ પ્રસંગે શ્રી વિજયભાઈ એ જણાવ્યું હતું કે ક્રાઇસ્ટ હોસ્પટલ દ્વારા છેલ્લા ૧૦ વર્ષ થી અવિરત રીતે મેડિકલ ની આધુનિક સુવિધા રાજકોટ અને સૌરાષ્ટ્ર ના લોકો ને પુરો પાડવામાં આવે છે અને ખાસ કરીને કોરોનાના કપરા સમયે આ હોસ્પિટલ જે માનવતાને સેવા પુરી પાળી છે કે ખુબજ સરહનીય છે. તેમો એ આ બદલ ક્રાઇસ્ટ હોસ્પિટલના ડાયરેકટર ફાધર થોમસ અને ચીફ નોડલ મેનેજર ડો. જીતેન એન કક્કડને આભાર વ્યકત કર્યા હતો.

 આ શુભ અવસર પર  શ્રી વિજયભાઈ રૂપાણી સાથે ક્રાઇસ્ટ હોસ્પિટલ ના ચેરમેન શ્રી બિશોપ જોસ, સાંસદ સભ્ય શ્રી મોહનભાઇ કુંડારોયા, રાજ્યસભા સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, રાજકોટ ડેપ્યુટી મંયર શ્રી દાર્શેતાબેન શાહ, રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઇ બોદર, શ્રી આહીર કન્યા છાત્રાલયના પ્રમુખ શ્રી નાગદાનભાઈ ચાવડા, વોર્ડ નંબર ૩ના કોપારેટર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, અલ્પાબેન દવે, કુસુમબેન ટેકવાની અને બાબુભાઇ ઉધરેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.

(2:55 pm IST)