Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ઘરની સાજ -સજાવટ ;મીઠાઈ -મુખવાસમાં ઘરાકીનો માહોલ :શુભપ્રતિકો- રંગબેરંગી તોરણોની વધી માંગ

મંદી -મોઘવારીની બુમરાણ વચ્‍ચે ખરીદીનો ઉત્સાહ :મુખ્‍ય બજારોમાં ભારે ભીડ :છેલ્લી ઘડીની ખપપુરતી ખરીદી વધી :ગૃહ સજાવટની વસ્તુઓની ખરીદી માટે મહિલાઓ ઉમટી

રાજકોટ તા; 3પ્રકાશ પર્વ દીપોત્‍સવીના તહેવારોને વધાવવા જન -જનમાં ઉમંગ- ઉત્‍સાહનો સંચાર જોવા મળે છે શહેર-ગામની બજારોમાં ખરીદીનો ઉત્‍સાહ છવાયો છે મુખ્‍ય બજારોમાં મોડે સુધી ગ્રાહકીનો ધમધમાટ સાથે રોનક છવાઈ છે જોકે મંદી અને ચીજવસ્તુમાં મોંઘવારીની બુમરાણ વધી છે ત્યારે વેપારીઓના માનવા મુજબ બજારમાં હજુ દિવાળીની પહેલા જેવી ખરીદી નીકળી નથી જોકે છેલ્લી ઘડીની ખપપુરતી ખરીદી વધી છે 

 શહેરના મુખ્ય બજારોમાં ગ્રાહકોની ચહલપહલ વધી છે મુખ્‍ય બજારો ગ્રાહકોથી ઉભરાયા છે શહેરના લાખાજીરાજ રોડ,ધર્મેન્‍દ્ર રોડ,ગુંદાવાડી પરાબજાર અને યાજ્ઞિક રોડ જેવા પરપરાગત બજારો સાથે શહેરના દુર છેવાડાના વિસ્‍તારોની બજારમાં પણ માહોલ બન્‍યો છે કપડાં,બુટ ચપ્‍પલ અને મોજડી બજારમાં ગ્રાહકોની ખરીદી વધી છે

   બીજીતરફ ગૃહણીઓ ઘરની સાજ સજાવટની ચીજ વસ્‍તુઓ લેવા ઉમટી પડી છે મીઠાઈ-મુખવાસ બજારમાં પણ ધૂમ ખરીદી થઇ રહી છે શુભ-લાભના પ્રતિક ઉપરાંત રંગ બેરંગી તોરણો અને ઘરમાં નવા ઓછાડ-કવર અને રંગોળી માટેના કલર-ડીઝાઈન સહિતની નાની મોટી ખરીદીમાં મહિલાઓ અગ્રેસર છે તો સાથો સાથ મોટી ખરીદી પણ આગવી ભૂમિકા ભજવતી જોવા મળે છે.

   દિવાળી પર્વે મુખ્‍ય બજારો રોશનીથી ઝગમગી ઉઠ્‍યા છે સાથે ગ્રાહકીઓનો માહોલ છવાયો છે મોડે સુધી ધમધમતા બજારમાં ધૂમ ખરીદી થઇ રહી છે ગૃહણીઓ હોમ એપ્‍લીન્‍સ બજારમાં પણ ખરીદીનો માહોલ છે

(1:02 pm IST)