Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

જંકશન રેલ્વે સ્ટેશનના ગેઇટ સામેથી અજાણ્યા પુરૂષની લાશ મળી

વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૩: શહેરના જંકશન રેલ્વે સ્ટેશનના એકઝીટ ગેઇટ સામે અજાણ્યા આશરે ૫૦ વર્ષના પ્રોઢ બેભાન પડ્યા હોઇ ૧૦૮ના ઇએમટી ચિરાગભાઇએ તેને મૃત જાહેર કરી પોલીસને જાણ કરતાં પ્ર.નગરના  હેડકોન્સ. અલ્પેશભાઇ વઘેરા અને રામજીભાઇ પટેલે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ, પરિચીત હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:33 am IST)