Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ભાજપના અગ્રણીના બનેવીએ ફિનાઈલ ગટગટાવ્યા મુદ્દે જ્ઞાતિના આગેવાનોની મધ્યસ્થીથી ઘીના ઠામમાં ઘી પડ્યું

સમાજના મોભીઓની સમજાવટ બાદ બંને પક્ષોએ વચ્ચે સમાધાનના પ્રયાસો સફળ : લોન જેવી મહત્વની રકમ ભરી દેવા સહમત

રાજકોટ જિલ્લા પંચાયતના ભાજપના મોટા ગજાના નેતાના બનેવી જે,બી,ઠુમ્મરે ફિનાઈલ પી લીધા બાદ પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલિયાને મદદરૂપ થવા જતા કરોડોનું દેવું થઇ ગયાનું વિગતો બહાર આવ્યા બાદ ફરિયાદ પણ દાખલ કરાઈ હતી આ મામલે જ્ઞાતિના આગેવાનોની મધ્યસ્થીથી ઘીના ઠામમાં ઘી પડ્યું છે  બે થી અઢી કરોડ આપ્યાની અને પાછા નહીં આવતા હોવાની પણ જોરદાર ચર્ચા વચ્ચે સમાજના મોભીઓની સમજાવટ બાદ બંને પક્ષોએ વચ્ચે સમાધાનના પ્રયાસો સફળ થયા છે અને  લોન જેવી મહત્વની રકમ ભરી દેવા સહમત થયા હોવાનું જાણવા મળે છે

(9:25 pm IST)