Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

રોજનો ૧૦૦ કિલો એંઠવાડ ઉત્પન્ન કરતી હોટલ-રેસ્ટોરન્ટમાં ૪થી ડિસેમ્બર બાદ કચરામાંથી ખાતર, ગેસ, ઈલેકટ્રીક રૂપાંતરણના પ્લાન્ટ ફરજીયાત

શહેરના ૬૦ જેટલા હોટલ-રેસ્ટોરન્ટ-હોસ્ટેલ સંચાલકોની સાથે બેઠક યોજી ઓન સાઈટ પ્રોસેસિંગ યુનિટ માટે માર્ગદર્શન આપતા મ્યુ. કમિશ્નર બંછાનિધી

રાજકોટ, તા. ૩ :. મ્યુ. કોર્પોરેશન દ્વારા આગામી ૪ ડિસેમ્બર બાદ શહેરની હોટલો, હોસ્ટેલો અને રેસ્ટોરન્ટોમાંથી એંઠવાડ એકત્રીત કરવાની પદ્ધતિ બંધ કરી અને જે હોટલ કે રેસ્ટોરન્ટમાં રોજનો ૧૦૦ કિલો એંઠવાડ નિકળતો હોય ત્યાં હોટલના સંચાલકોએ પોતાના ખર્ચે આ એંઠવાડમાંથી ખાતર, ગેસ અને ઈલેકટ્રીકટ સીટી ઉત્પન્ન કરતા પ્લાન્ટ નાખવાનું ફરજીયાત બનાવવામાં આવશે. આ માટે આજે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ શહેરના ૫૦ થી ૬૦ જેટલા હોટલ સંચાલકો સાથે બેઠક યોજી અને આ પ્લાન્ટ વસાવવા માર્ગદર્શન અને તાકીદ કરી હતી.

મહાનગર પાલીકા દ્વારા આપશે. સ્વચ્છ ભારત મીશન અને સ્વચ્છતા સર્વેક્ષણ ર૦૧૯ અન્વયે શહેરના બલ્ક તેથી જનરેટર જેવા કે હોટલ રેસ્ટોરન્ટ હોસ્ટેલ , સંસ્થા પ્રતિનિધિઓની મીટીંગ યોજવામાં આવેલ હતી.

મ્યુ. કમીશ્નરશ્રી દ્વારા  એસડબલ્યુ એમ આરયુએલઇ-ર૦૧૬ અભાવે બલ્ક વેસ્ટ જનરેટર અને બલ્ક વેસ્ટ જનરેટરશ્રીઓને ઓનસાઇટ પ્રોસીંગ ઓફ વેસ્ટ બાબતે તાલુકા વિસ્તુત માહીતી આપી હતી.

રાજકોટ શહેરમાં બલ્ક વેસ્ટ જનરેટર માટે ઓન સાઇટ પ્રોસેસીંગ માટે હવે પછીથી '' ઓન સાઇટ પ્રોસેસીંગ'' ફરજીયાત બનાવવામાં આવેલ છે.

ઉપરોકત મિટીંગમાં ૫૦ થી ૬૦ જેટલી હોટલ / હોસ્ટેલનાં માલિકો હાજર રહેલ હતાં.

વિશેષમાં માન. કમિશનર સાહેબ દ્વારા શહેરનાં બલ્ક વેસ્ટ જનરેટરો પાસેથી ડિસેમ્બર માસથી કચરો એકત્રિત કરવાનું બંધ કરવામાં આવશે તેવું જણાવવામાં આવેલ છે.(૨.૨૧)

(4:04 pm IST)