Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

લાભ પાંચમે યાર્ડ ચાલુ કરાશેઃ ચેરમેન ડી.કે.સખીયા

યાર્ડ મધ્યસ્થી કરી ખેડુ઼તો પાસેથી માલ લઇ ડાયરેકટ વેપારીને આપશેઃ કમીશન એજન્ટોને કામ કરવુ હોય તો કરી શકે છે

રાજકોટ, તા., ૩: ભાવાંતર યોજના લાગુ કરવાની માંગણી સાથે રાજકોટ સહિત  સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં છેલ્લા ૩ દિવસથી  હડતાલ ચાલી રહી છે. ત્યારે યાર્ડના ચેરમેન ડી.કે.સખીયાએ લાભ પાંચમે યાર્ડ મધ્યસ્થી કરી હરરાજી ચાલુ કરાશે તેવો નિર્ધાર વ્યકત કર્યો હતો.

રાજકોટ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે આજે યાર્ડના બોર્ડ ડીરેકટરની મળેલ મીટીંગમાં કમીશન એજન્ટ એસોસીએશનને હડતાલ સમેટી લેવા તાકીદ કરાઇ હતી.

લાભ પાંચમ સુધીમાં હડતાલ સમેટવાની જાહેરાત ન થાય તો લાભ પાંચમે  માર્કેટ યાર્ડ મધ્યસ્થી બની લાભ પાંચમે હરરાજી ચાલુ કરાવશે.

માર્કેટ યાર્ડમાં હરરાજીમાં ખેડુતોનો સહકાર લઇ ખેડુતોની જણસી ડાયરેકટ વેપારીઓને વેચાણ થાય તેવી વૈકલ્પીક વ્યવસ્થા ગોઠવાઇ રહી છે. લાભ પાંચમ સુધીમાં કમીશન એજન્ટ એસોસીએશન હડતાલ સમેટી કામ પર ચડી જાય તેવી અંતમાં યાર્ડના ચેરમેન ડી.કે.સખીયાએ અપીલ કરી હતી. (૪.૧૪)

(4:03 pm IST)