Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

રાજકોટના કોઠારીયાની સુચિત સોસાયટી રેગ્યુલાઇઝ કરવા સામે હાઇકોર્ટનો સ્ટે

રાજકોટ તા. ૩ : રાજકોટ તાલુકાના કોઠારીયાના રે.સ.નં. ૯૫ પૈકી ૧ માં આવેલ સુચિત સોસાયટીમાં સરકાર તરફથી રેગ્યુલાઇઝ કરવા સામે ગુજરાત હાઇકોર્ટે સ્ટે ફરમાવેલ છે.

આ અંગેની હકિકત એવી છે કે કોઠારીયાના રેવન્યુ સર્વે નં. ૯૫ પૈકી ૧ ની જમીન ઉપર અનઅધિકૃત રીતે બાંધકામ કરવામાં આવેલ છે. પરંતુ જમીનના મુળ માલીક કરશનભાઇ લક્ષ્મણભાઇ ચાવડા  વિગેરેએ આ જમીન ઉપર કોઇ પ્રકારની સુચિત સોસાયટી બનાવેલ ન હોવા છતાં તે જમીન ઉપર અનઅધિકૃત બાંધકામ થયેલ.

જે જમીન અને બાંધકામ સરકારશ્રી તરફથી હાલમાં સુચિત સોસાયટી રેગ્યુલાઇઝ કરવાની દરખાસ્ત મંજુર કરવામાં આવતી હોય તે નિયમોનુસાર હાલમાં સદરહુ જમીન ઉપર આવેલ સોસાયટીની દરખાસ્ત સરકારમાં મુકવામાં અવેલી તે પૈકબી દરખાસ્ત સરકારશ્રી તરફથી મંજુર કરવામાં આવેલી અને બે દરખાસ્ત પેન્ડીંગ આવેલ હોય જેથી જમીનના મુળ માલીક કરશનભાઇ લક્ષ્મણભાઇ ચાવડા વગેરેએ સરકારશ્રી સામે સદરહુ સોસાયટી રેગ્યુલાઇઝ કરવા સામે મામલતદારશ્રી સમક્ષ વાંધા રજુ કરેલ.

આમ છતા સરકારશ્રી તરફથી સદરહુ જમીન ઉપર આવેલ એક દરખાસ્ત મંજુર કરવામાં આવેલ હોય જેથી મુળ માલીકે ગુજરાત હાઇકોર્ટમાં પોતાની માલીકીના આધારે સ્પેશીયલ સીવીલ પીટીશન ફાઇલ કરેલ.

ગુજરાત હાઇકોર્ટે સ્પે. સીવીલ એપ્લીકેશનમાં પ્રથમ મુદતે રેકર્ડ ઉપરની હકિકત અને રજુ થયેલ પુરાવા આધારીત સદરહુ જમીન ઉપર આવેલ મકાનો અનઅધિકૃત રીતે બાંધકામ કરવામાં આવેલુ હોય તેવુ જણાય આવતા અને જમીનના મુળ માલીક સદરહુ જમીન ઉપર કોઇ જ સોસાયટી બનાવેલી હોય કે પોતે પ્રાયોજક હોય તેવું બનેલ ન હોય તે તમામ હકિકત ધ્યાને લઇ સદરહું જમીન ઉપર આવેલ મકાનોને રેગ્ુલાઇઝ કરવા સામે હાલમાં સરકાર સામે મનાઇ હુકમ આપેલ છે.

આ કામમાં જમીનના મુળ માલીક કરશનભાઇ લક્ષ્મણભાઇ ચાવડા વિગેરે તરફથી રાજકોટના એડવોકેટ રાજુ એન. મૈત્રા, જગદીશ એમ. ડાંગર અને ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ હાર્દિક જે. કરથીયા રોકાયેલા હતા. (૧૬.૨)

(3:53 pm IST)