Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ધનતેરસે ઝવેરીબજારમાં તેજીના રંગો પુરાશે : ધૂમ ખરીદીની ધારણા

ઝવેરી બજારમાં રોશનીના ઝગમગાટ સાથે મનમોહક ડીઝાઇનની એન્ટીક જવેલરી, ટ્રેડીશનલ - ફેન્સી આભૂષણો ઉપરાંત ડાયમંડ જવેલરી ઝગમગી : ગોલ્ડ ડીલર એસો. દ્વારા ઘરેણાની ઘડામણમાં વિશેષ વળતરના સંગાથે ઉત્સાહના દીવડા પ્રગટયા

રાજકોટ તા. ૩ : સોમવારે ધનતેરસના પર્વે ઝવેરીબજારમાં તેજીના રંગો પુરાશે આ અવસરે ઝવેરીબજારમાં રોશનીના ઝગમગાટ સાથે મનમોહક ડિઝાઈનની એન્ટિક જવેલરી, ટ્રેડિશનલ જવેલરી અને ફેન્સીએ આભૂષણો ઉપરાંત ડાયમંડ જવેલરીનો ઝગમગાટ સર્જાયો છે.

ધનતેરસે શુકનવંતી ખરીદીના ધમધમાટની ધારણા સાથે સોનીબજાર સજ્જ બની છે અને દિવાળી પૂર્વે આ ઝવેરીબજાર બજાર આખો દિવસ ધમધમશે પેલેસ રોડ પર કલાત્મક આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે દીપાવલી તહેવાર અંતર્ગત રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિયેશન દ્વારા સોનાના આભૂષણોની મજૂરીમાં વિશેષ વળતર અપાઈ રહયું છે અને ડાયમંડ જવેલરીના મેકિંગ ચાર્જમાં ૫૦ ટકાનું જબરૃં ડિસ્કાઉન્ટ અપાઈ રહયુ છે  સોનાના દાગીનાની ઘડામણમાં અને ડાયમંડ જવેલરીની મજુરીમાં વિશેષ વળતર સોમવારથી જ જાહેર કરાયુ છે જેને પ્રતિસાદ મળી રહયાનું વેપારીઓ જણાવે છે.

ઝવેરી બજારમાં અવનવા આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે ગ્રાહકો માટે મનમોહક ડીઝાઇનની એન્ટીક જવેલરી, ટ્રેડીશનલ તેમજ ફેન્સી આભૂષણો ઉપરાંત ડાયમંડ જવેલરી પણ ઝગમગી રહી છે આ ઉપરાંત પ્રેઝેન્ટેશન, ગીફટ આર્ટીકલ અને લગ્ન પ્રંસગ માટે બ્રાઈડલ જવેલરીની વિશાલ રેંજ જોવા મળે છે. આ ઉપરાંત હળવા વજનના બુટી, બાલી, વીટી  પેન્ડલ, રંગબેરંગી મીનાકારી અને નંગ ડાયમંડની  કાનની લટકણ બાલી સહિતની વેરાયટીઓ પણ આકર્ષણ જમાવે છે.

ધનતેરસના શુકનવંતા અવસરે ઝવેરીબજારમાં રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો.ના સભ્ય જવેલર્સ દ્વારા સોનાના ૧૦ ગ્રામ ઘરેણાની ખરીદી પર રૂપિયા ૧૨૫૦નું મજુરીમાં વળતર અને ડાયમંડ જવેલરીની ખરીદીમાં મજુરીમાં ૫૦ ટકા જેટલું જબરું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે.

રાજકોટ ગોલ્ડ ડીલર્સના પ્રમુખ ભાયાભાઈ સાહોલીયા જણાવે છે કે ધનતેરસના અવસરે શુકનવંતી ખરીદીનો ધમધમાટ સર્જાશે શુકનવંતા અવસર અને આગામી લગ્ન પ્રંસંગની ધૂમ ખરીદી રહેશે   

વેપારીઓના જણાવ્યા મુજબ ધનતેરસે સોનાના  આભૂષણોની જબરી માંગ જોવા મળશે સાથોસાથ સોના-ચાંદીના સિક્કાનું પણ ધૂમ વેચાણ થવાની ધારણા છે તેમજ હળવા વજનના બુટી, બાલી, પેન્ડલ, ચેન, વીટી અને ટ્રેડીશનલ આભૂષણોની શુકનવંતી ખરીદી રહેશે આ ઉપરાંત લગ્ન સરની સીઝન માટે બ્રાઈડલ જવેલરીની પણ ખરીદી થશે.

સોનાના આભૂષણો સાથે ડાયમંડ જવેલરીએ પણ કાન્ઠું કાઠયું હતું યુવાઓમાં લોકપ્રિય એવી ડાયમંડ જવેલરીમાં બુટી,બાલી અને વિટીની જબરી માંગ જળવાશે.

યુવાઓમાં ડાયમંડ જવેલરીનો વધતો ક્રેઝ : ઇન્વેસ્ટરોમાં પણ જબરૃં આકર્ષણઃ મેકિંગ ચાર્જમાં ૫૦ ટકાના ડિસ્કાઉન્ટને ભારે પ્રતિસાદ

રાજકોટ : દિવાળી-ધનતેરસના તહેવારોમાં ઝવેરીબજારમાં ધૂમ ખરીદીનો માહોલ જામશે ઝવેરીબજારમાં અવનવા આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે. લાઈટ વેઇટ દાગીનાની શુકનવતી ખરીદી કરવાની સાથે આગામી લગ્નસરાની સીઝન માટે વેડિંગ કલેકશન પણ મોજુદ છે ત્યારે રાજકોટના જાણીતા જવેલર્સ અને રેડ એફએમ બેસ્ટ જવેલર્સનો પબ્લિક ચોઈસ એવોર્ડ હાંસલ કરનાર જે.પી. જવેલર્સના યુવા સંચાલકો હર્શિરભાઈ અને ધવલભાઈના જણાવ્યા મુજબ યુવાઓમાં ડાયમંડ જવેલરીનો ક્રેઝ વધ્યો છે રોકાણકારોને પણ આકર્ષિત કરી રહી છે.હર્શિરભાઈના કહેવા મુજબ દીપાવલી મહોત્સવ અંતર્ગત ડાયમંડ જવેલરીના મેકિંગ ચાર્જમાં ૫૦ ટકા જેટલું જેન્યુન ડિસ્કાઉન્ટ અપાઈ રહયું છે જેને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. બીજીતરફ ગોલ્ડ જવેલરીમાં ચિતરાઈ અને ટેમ્પલ જવેલરીની પણ માંગ છે ઉપરાંત વેડિંગ કલેકશનમાં ખાખો મોતી અને રાજસ્થાની મારવાડી રેન્જની માંગ વધુ છે.

ધનતેરસના અવસરે ઝવેરીબજાર કલાત્મક  ઘરેણાંથી સજ્જ : ખરીદીનો રહેશે ધમધમાટઃ સામાન્ય દિવસો કરતા ગ્રાહકીમાં વધારો થવાની ધારણા

રાજકોટ : સોમવારે ધનતેરસના અવસરે સોની બજારમાં ધૂમ ખરીદીની ધારણા સાથે સજ્જ બની છે આ અવસરે સોના ચાંદીની ખરીદી ઉત્તમ મનાય છે ત્યારે સૌરાષ્ટ્ર-ગુજરાતભરમાં આગવી ચાહના ધરાવતા રાધિકા જવેલર્સના અશોકભાઈ ઝીંઝુવાડિયાના જણાવ્યા મુજબ  ઘનતેરસના અવસરે સોનાના દાગીનાની ખરીદી માટે ઉતમ ગણાય છે આ અવસરે  કલાત્મક આભૂષણો અને ડાયમંડ જવેલરી સાથ સોનીબજાર સજ્જ બની છે.

અશોકભાઈ ઝીંઝુવાડિયાએ વધુમાં કહ્યું હતું કે સોનાના દાગીના ઉપરાંત લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ ડાયમંડ જવેલરીનું પણ યુવા વર્ગમાં આકર્ષણ વધ્યું છે ડાયમંડ જવેલરીમાં લાઈટ વેઇટ જવેલરીમાં અદભુત વેરાઈટી-આવનવી ડીઝાઇનને યુવાઓમાં ખાસ્સી લોકપ્રિયતા મેળવી હોવાનું ઉમેર્યું હતું.સૌરાષ્ટ્રમાં આગવી નામના ધરાવતા રાધિકા જવેલર્સના અશોકભાઈ ઝીન્ઝુવાડીયા જણાવે છે કે બજારમાં શુકનવંતી ખરીદી વળશે અને  સામાન્ય દિવસો કરતા ગ્રાહાકીમાં વધારો થશે  ખરીદી માટે ઉમટી પડશે તેવી આશા વ્યકત કરી હતી.

ધનતેરસના શુકનવંતા અવસરે ખરીદીનું અનેરૂ માહાત્મ્ય : ઘરાકી વધવાના સંજોગો : શુકનવંતો અવસર અને મજૂરીમાં વળતર ગ્રાહકોને પ્રેરીત કરશે

રાજકોટ : સોમવારે ધનતેરસના અવસરે ઝવેરીબજારમાં ધૂમ ખરીદીની ધારણા વ્યકત કરાઈ રહી છે. છેલ્લા કેટલાક મહિનાથી રોકડની તંગી બાદ સ્થિતિ સુધારતા બજારમાં ખરીદીને વેગ મળતો થયો છે ધનતેરસે શુકનવંતી ખરીદીની અનેરું માહાત્મ્ય છે ત્યારે ઝવેરીબજારમાં ઘરાકી વધવાના સંજોગો છે.

રાજકોટ રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો.ના ચેરમેન અને ગ્રાહકોને હંમેશા નાવીન્ય સભર વેરાઈટી આપવામાં અવ્વલ  શિલ્પા લાઈફ સ્ટાઈલના પ્રભુદાસભાઈ પારેખ જણાવે છે કે ધનતેરસના શુકનવંતો અવસર અને ઘરેણાની ઘડામણમાં વિશેષ વળતરની ઓફર સાથે એકંદરે ઊંચી સપાટીએથી ઘટયા ભાવે ગ્રાહકીમાં વધારો થવાના સંજોગો ઉજળા છે ત્યારે ગ્રાહકો સોનાના આભૂષણોની ખરીદી માટે પ્રોત્સાહિત થશે. સોનાના આભૂષણોની મજૂરીમાં ૧૦ ગ્રામે રૂ. ૧૨૫૦નું વિશેષ વળતર અપાઈ રહયું છે અને ડાયમંડ જવેલરીના મેકિંગ ચાર્જમાં ૫૦ ટકાનું જબરૃં ડિસ્કાઉન્ટ અપાઈ રહયુ છે.

(3:44 pm IST)