Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

દિવાળી ઉત્સવ

સોમવારથી ૩ દિ' રેસકોર્ષ રોશનીથી ઝળહળશે

મંગળવારે રંગોળી સ્પર્ધા : પ્રથમ ત્રણ વિજેતાને પુરસ્કાર અપાશે

 રાજકોટ તા. ૩ : મહાનગરપાલિકા દ્વારા ધનતેરસના પાવન પર્વથી શુભ દીપાવલિ સુધી રેસકોર્ષ રિંગ રોડ ખાતે 'દિવાળી ઉત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા એક સંયુકત યાદીમાં તેમ જણાવ્યું છે.

દિવાળી ઉત્સવ પ્રસંગે ચિત્રનગરીની ટીમના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૬ના રોજ સાંજના ૦૪ થી રાત્રિના ૧૧ કલાક દરમ્યાન રેસકોર્ષ રીંગરોડના ૨.૭ કિમીના એરિયામાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં કોઈપણ ઉંમરની વ્યકિત ભાગ લઇ શકશે. આ હરીફાઈમાં પ્રથમ ૩ વિજેતાને અનુક્રમે રૂ.૧૫ હજાર, રૂ.૧૦ હજાર અને રૂ.૫ હજાર પુરસ્કાર તરીકે આપવામાં આવશે. આ ઉપરાંત ૨૦ રંગોળીના કલાકારોને રૂ.૧૦૦૦ પુરસ્કાર તરીકે આપવામાં આવશે. જે સ્કૂલ, કોલેજ કે કલાકારો આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા હોય તેઓ ચિત્રનગરી કાર્યાલય(રેસકોર્ષ સ્વિમિંગ પુલની સામે) સોમવાર સુધી સાંજે ૫ થી ૮ દરમ્યાન રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત મોબાઈલ નંબર ૯૬૨૪૦ ૨૫૮૦૮ ઉપર પણ ષ્ત્ર્ર્ીદ્દર્સ્નીષ્ટષ્ટ મેસેજ દ્વારા પણ રજીસ્ટ્રેશન કરાવી શકશે. 

રંગોળી સ્પર્ધા માટે  ચિરોડી કલર, ટેબલ, ખુરશી અને પીવાના પાણીની વ્યવસ્થા, ચિરોડી કલર આપવા માટે બાઉલ, જરૂર પડે ત્યાં લાઈટની વ્યવસ્થા, દરેક કલાકારને આપવા માટે સર્ટીફિકેટ, કલાકાર માટે રાત્રે અલ્પાહારની વ્યવસ્થા, રિંગ રોડ ફરતા ૧૭ ટેબલ ઉપર કલરનું વિતરણ કરવા માટે જરૂરી સ્ટાફ, રિંગ રોડ ફરતે સ્વચ્છતા માટે ડસ્ટબીન અને સફાઈની વ્યવસ્થા, તા. ૫ને સોમવારના રાત્રી થી સવાર સુધી રજીસ્ટ્રેશન મુજબ ૫*૫ના સફેદ પટ્ટાના બોક્ષ બનાવવા, રિંગ રોડ ફરતે ૧૭ મંડપ ટેબલ ખુરશી સાથે, વિજેતાને પુરસ્કારની રકમ રોકડમાં ચુકવશે.

અંતમાં, પદાધિકારીઓએ રંગોળી સ્પર્ધામાં રંગોળી કલાકરોએ બહોળી સંખ્યામાં ભાગ લેવા તથા 'દિવાળી ઉત્સવ'  માણવા શહેરીજનોને અનુરોધ કર્યો છે.(૨૧.૧૭)

 

(3:41 pm IST)