Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ભકિતનગર સ્ટેશન પ્લોટમાં કારખાનામાં મશીનનો પાર્ટસ માથે પડતાં કર્મચારી પરેશભાઇ લુહારનું મોત

કોઠારીયા રોડ હુડકો કવાર્ટરના પરમાર પરિવારમાં ગમગીનીઃ બે સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ તા. ૩: ભકિતનગર સ્ટેશન પ્લોટમાં આવેલા કારખાનામાં કામ કરતાં હુડકો કવાર્ટરના લુહાર યુવાનના માથા પર મશીનનો પાર્ટસ પડતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે. દિવાળીના તહેવારના દિવસોમાં જ આ ઘટનાથી લુહાર પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો છે.

જાણવા મળ્યા મુજબ કોઠારીયા રોડ હુડકો કવાર્ટરમાં રહેતાં પરેશભાઇ મગનભાઇ પરમાર (ઉ.૪૩) નામના લુહાર યુવાન સવારે સાડા દસકે વાગ્યે ભકિતનગર સ્ટેશન પ્લોટ-૩/૧૦માં આવેલા નેશનલ વાયર પ્રોડકટસ નામના કારખાનામાં કામ કરતાં હતાં ત્યારે મશીનનો લોખંડનો વજનદાર ટૂકડો અકસ્માતે માથા પર પડતાં ગંભીર ઇજા થતાં શેઠ યશભાઇ દિનેશભાઇ વાંકાણીએ તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે જાણ કરતાં એ-ડિવીઝનના હેડકોન્સ. આર. આર. સોલંકી અને ક્રિપાલસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર બે બહેનના એકના એક ભાઇ હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ઘટનાથી સ્વજનો ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા છે. (૧૪.૯)

 

(3:40 pm IST)