Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ગ્રાહકો-વેપારીઓ માટે મુખ્ય બજારોમાં પોલીસની ખાસ ઝુંબેશઃ સતત પેટ્રોલીંગ

પોલીસ કમિશ્નર અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર ખત્રી, ડીસીપી ઝોન-૧ રવિકુમાર સૈની અને એસીપી ઇસ્ટ પ્રદિપસિંહ જાડેજાની દેખરેખ હેઠળ : એ-ડિવીઝન, બી -ડિવીઝન, કુવાડવા રોડ, ભકિતનગર, આજીડેમ અને થોરાળા પોલીસ દ્વારા પોલીસ મથકને બદલે ભીડવાળી જગ્યાઓએ 'રોલકોલ' રાખી રાત સુધી પેટ્રોલીંગઃ ફુલ ગણવેશમાં પોલીસની મુખ્ય બજારોમાં સતત ચાંપતી નજર

એ-ડિવીઝન, ભકિતનગર, બીઅડિવીઝન, આજીડેમ, કુવાડવા રોડ અને થોરાળા પોલીસ દ્વારા ગત સાંજે ભીડભાડવાળી જગ્યાઓએ ફુલ ગણવેશ સાથે કર્મચારીઓને હાજર રાખી રોલકોલ લેવામાં આવ્યો હતો. બાદમાં પેટ્રોલીંગ કરાયું હતું. બજારોમાં આ રીતે પોલીસની સતત હાજરીથી ચોરી-ગઠીયાગીરીના બનાવો અટકાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે

રાજકોટ તા. ૩:  પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ તથા જોઈન્ટ પોલીસ કમિશ્નરસિદ્ઘાર્થ ખત્રી દ્વારા દિવાળીના તહેવાર સંદર્ભે પેટ્રોલીંગ તથા ખાસ ચેકિંગ હાથ ધરી પોલીસ અધિકારીઓને વધુમાં વધુ અસરકારક કામગીરી કરવાની સુચના આપવામાં આવી છે. હાલમાં લોકો બજારમાં વિશાળ પ્રમાણમાં ખરીદી કરવા આવતા હોઇ તેઓનું ધ્યાન ખરીદીમાં હોય તે દરમિયાન નજર ચુકવી, માલ સામાન તથા રોકડ રકમની ચોરીના બનાવો બનતા હોય છે. ઉપરાંત, વેપારીઓની દુકાનમાં પણ વધુ પ્રમાણમાં ગ્રાહકો આવતા હોવાથી અને વેપારીઓનું ધ્યાન વેપારમાં હોય તે દરમિયાન પણ ઘણા ગઠિયાઓ નજર ચુકવી દુકાનમાંથી પણ માલ સામાન, કિંમતી વસ્તુઓની તેમજ રોકડ રકમની ચોરી તથા છેતરપીંડીના બનાવો બનતા હોય છે. જેને કારણે દીવાળીના સમય દરમિયાન લોકો તહેવાર શાંતીભર્યા માહોલમાં ઉજવી શકે તે હેતુથી તેમજ તહેવારના માહોલમાં પોતાની ખરીદી શાંતીથી કરી શકે તે હેતુથી રાજકોટ શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં વધુમાં વધુ પોલીસ સ્ટેશનના માણસો દ્વારા પેટ્રોલીંગ તથા ચેકિંગ પોઇન્ટ ગોઠવી, બજારમાં ચોરી તથા છેતરપીંડીના ઇરાદે આવતા વ્યકિતઓને પકડી પાડી, આવા ઇસમો વિરુધ્ધ કડક હાથે કામ લેવા પણ સુચના કરવામાં આવેલ છે

બંને પોલીસ કમિશ્નરશ્રી તથા ડીસીપી ઝોન ૧  રવિ મોહન સૈની તથા ઈસ્ટ ડીવીઝન એસીપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પૂર્વ ડીવીઝનના ભકિતનગર, આજીડેમ તથા થોરાળા પોલીસ સ્ટેશનના પી.આઇ. વી.કે.ગઢવી, પી.એન.વાઘેલા, એસ.એન.ગડડુ તથા ઈસ્ટ ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા ત્રણેય પોલીસઙ્ગ સ્ટેશન વિસ્તારના જુદાં જુદાં વિસ્તારમાં દીવાળીના તહેવારોના સમયમાં ખરીદીના સમયમાં સઘન પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સોરાઠીયાવાડી, ગુંડાવાડી, કેવડાવાડી, લક્ષ્મીવાડી, થોરાળા વિસ્તાર તથા આજીડેમ વિસ્તારના મેઇન બજાર વિસ્તારમાં વધુમાં વધુ પોલીસ સ્ટાફ દ્વારા ખાસ પેટ્રોલીંગનું આયોજન કરી, જીણવટભરી રીતે ચેકિંગ હાથ ધરી ગુન્હેગારો ઉપર ખાસ વોચ રાખવાનું આયોજન કરવામાં આવેલ છે. દીવાળીના તહેવારો દરમિયાન બજારમાં ખાસ કરીને દરેક પોલીસ ઇન્સ. કક્ષાના અમલદારને ખાસ સુપરવિઝન સોંપી, બજારમાં પોલીસના પોઇન્ટ તથા પેટ્રોલિંગ ગોઠવવામાં આવેલ છે.

આ તહેવારની ખરીદી દરમિયાન વાહન ચોરીના બનાવો પણ વધુ પ્રમાણમાં બનતા હોઇ,ઙ્ગ પોલીસના ડી સ્ટાફના માણસોને ખાસ ખાનગી કપડાંમાં વોચમાં રાખી, વાહનચોરી કરતા ઇસમો પર પણ ખાસ નજર રાખવા પ્રબંધ કરવામાં આવેલ છે. ઉપરાંત, સઘન વાહન ચેકિંગનું પણ આયોજન કરવામાં આવેલ છે. દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા બજાર વિસ્તારમાં બે મોબાઇલને પણ રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ પણ ગોઠવવામાં આવેલ છે. આજ પ્રમાણે એ ડિવિઝન, બી ડિવિઝન તથા કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ બજારમાં ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

આ ઉપરાંત આ વર્ષે ડીસીપી ઝોન-૧  રવિ મોહન સૈની તથા ઈસ્ટ ડીવીઝન એસીપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પૂર્વ તથા ઉત્ત્।ર વિસ્તારના એ ડિવિઝન, બી ડિવિઝન, કુવાડવા રોડ, ભકિતનગર, આજીડેમ તથા થોરાળા પોલીસ સ્ટેશન દ્વારા એક નવતર પ્રયોગ કરી, પોલીસ સ્ટેશનમાં લેવામાં આવતો રોલકોલ ભીડ ભાડ વાળા બજાર વિસ્તાર ખાતે લેવાનું શરૂ કરવામાં આવેલ છે. જેથી, પોલીસ સ્ટેશનના તમામ માણસો ગણવેશમાં સાંજના સમયે બજાર ખાતે તથા બજારમાં રાત્રીના મોડે સુધી હાજર રહેશે.

જેના ભાગરૂપે ઈસ્ટ ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભકિતનાગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. વી.કે.ગઢવીએ પોતાના પોલીસ સ્ટેશનનો રોલકોલ ગુંદાવાડી ચોકી ખાતે તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. આર.એસ.ઠાકર દ્વારા પોતાના પોલીસ સ્ટેશનના સ્ટાફનો રોલકોલ ભગવતી પરા ચોકી ખાતે તેમજ એ ડિવિઝન પો.ઇન્સ. એન.કે.જાડેજાએ પોતાના સ્ટાફનો રોલકોલ લાખાજીરાજ રોડ ઉપર રાખ્યો હતો. ઝોન ૧ ના દરેક પોલીસ સ્ટેશન દ્વારા દિવાળીના તહેવારોના સમયમાં જુદી જુદી જગ્યાએ પોતાના સ્ટાફના રોલકોલ રાખવામાં આવશે. આ ઉપરાંત, તમામ મોબાઇલને પણ પેટ્રોલીંગ ગોઠવી, બજારમાં ખરીદી કરવા આવતાં, ગ્રાહકો તથા વેપારીઓને બંદોબસ્ત પુરો પાડવાના તમામ પ્રયત્નો ઈસ્ટ તથા નોર્થ ડીવીઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

દીવાળીના તહેવારો દરમિયાન ખરીદી કરવા આવતા લોકો તથા બજારમાં વેપાર કરતા વેપારીઓ દ્વારા પણ તકેદારી રાખવાની જરૂરિયાત હોય છે. આ તહેવારો દરમિયાન ખિસ્સા કાતરૂ ગેંગ, છારા ગેંગ, વાહન ચોરી કરતી ગેંગ ખાસ સક્રિય થાય છે. આવી ગેંગ પર પોલીસ દ્વારા નજર રાખવા વ્યવસ્થા કરવામાં આવેલ છે. પરંતુ, બજારમાં ખરીદી કરવા આવતા લોકો તથા વેપારીઓ દ્વારા પણ સાવચેતી રાખવામાં આવે તે પણ જરૂરી છે. પોલીસ તો સતર્ક છે જ, લોકો તથા વેપારીઓને પણ સાવચેત રહે તેવી પોલીસે અપીલ કરી છે. (૧૪.૭)

બજારના વેપારીઓ અને ખરીદી માટે આવતાં લોકોએ ચોર ગઠીયાઓથી સાવચેત રહેવા આ તકેદારી રાખવી

૧. બજારમાં ખરીદી કરવા આવતા લોકો દ્વારા પોતાના વાહન યોગ્ય જગ્યાએ પાર્ક કરવા, જેથી પોલીસની નજર રહે. જયાં ત્યાં પાર્ક કરવાથી ટ્રાફિકના પણ પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેમજ વાહન ચોરને સરળતા રહે છે.  (૨)ખરીદી કરવા આવતા લોકો થોડી વાર માટે રોકાવાના હોય તો, પણ પોતાના વાહનને અવશ્ય હેન્ડલ લોક કરીને પાર્ક કરવું.ંઙ્ગ(૩) ખરીદી કરવા લાવેલ રોકડ રકમ તથા ખરીદ કરવામાં આવેલ કિંમતી સામાન ખાસ સાચવીને રાખવો તથા કિંમતી વસ્તુઓ પર નજર રાખવી અને વારંવાર પોતાના કિંમતી સામાન પર જોઆ રહેવું.ંઙ્ગ(૪)  બજારમાં કોઇ વ્યકિતની શંકાસ્પદ હરકત જણાઇ આવેતો, નજીકના પોઇન્ટ કે પોલીસ ચોકીના માણસો અથવા પોલીસ કંટ્રોલ રૂમને ૧૦૦ નંબર પર જાણ કરવી. (૫)  વેપારીઓએ પણ વેપાર કરતા સમયે પોતાના સામાન તથા ગલ્લા તરફ વધારે ધ્યાન આપવું. બનેતો, એક માણસ પોતાની દુકાનના સામાન તથા ગલા તેમજ ખરીદી કરવા આવતા વ્યકિતઓ પર ધ્યાન રાખવા માટે ખાસ રાખવો. (૬) વેપારીઓએ શકય હોય તો, પોતાની દુકાનમાં સીસી ટીવી કેમેરા લગાવવા જેથી, જયારે ભોગ બને ત્યારે તપાસમાં મદદ થઇ શકે (૭) ખાસ કરીને સોની વેપારીઓના ત્યાં છારા ગેંગ દ્વારા નજર ચુકવીને ચોરી કરવાના બનાવો બનતા હોય છે. આ ગેંગ દ્વારા પોતાની સાથે એક નાનુ છોકરૂ પણ રાખવામાં આવે છે. જેથી આ પ્રકારના ગ્રાહકો આવે ત્યારે ખાનગીમાં પોલીસને જાણ કરવી, જેથી પોલીસ દ્વારા વેરિફાઇ કરી શકાય. (૮) ઘણીવાર પોલીસ તરીકેની ઓળખ આપી, બજારમાં ખરીદી કરવા આવતા વ્યકિતઓ પાસેથી કિંમતી વસ્તુઓ તથા રોકડ રકમ પડાવવાના બનાવો પણ બનતા હોય છે. જેથી, બજારમાં કોઇ વ્યકિત પોલીસ તરીકે ઓળખાણ આપે તો, તેનું આઇડેન્ટી કાર્ડ, ઓળખ પત્ર માંગવું અન્યથા નજીકની પોલીસ ચોકી અથવા બંદોબસ્તમાં રહેલ પોલીસ દ્વારા વેરિફાઇ કરવું (૯)  શકમંદ ઇસમો જયારે જયારે બજારમાં નજરે પડે ત્યારે ત્યારે ખરીદી કરવા આવતા લોકો તેમજ વેપારીઓ દ્વારા પોલીસને ત્વરીત જાણ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે, કારણકે, પોલીસને માહિતી મળવાથી શંકાસ્પદ ઇસમોનું વેરિફીકેશન કરી શકાય. (૧૦) કિંમતી દાગીના પહેરીને ખરીદી કરવા આવવાનું ટાળવું અને કિંમતી દાગીના સાથે રાખવાનું પણ ટાળવું.ં (૧૧) ઘણીવાર નજર ચુકવી કિંમતી દાગીના ચોરી કરવામાં ખાસ કરીને બાળકોનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે તેમજ  સ્ત્રીઓ નજર ચુકવીને થેલીમાં રહેલ સામાન તથા કિંમતી ચીજ વસ્તુઓ ચોરી કરે છે, જેથી ખાસ કરીને અજાણ્યા  સ્ત્રી તથા બાળકોનું ધ્યાન રાખવું.ંઙ્ગ(ં૧૨) કિંમતી દાગેના ખરીદ કરેલ હોય તો, જાહેરમાં બતાવવા તેમજ તે અંગે ચર્ચાઓ કરવી નહિ. ઉપરાંત, રોકડ રકમ વધુ પ્રમાણમાં હોય તો, જાહેરમાં બધા જોવે તેમ રૂપિયા ગણવા નહિં (ં૧૩) ઘણીવાર ચોરી કરવા આવતા ઠગ દ્વારા તમારી પાસે રહેલ કિંમતી વસ્તુઓ લેવા માટે કપડાં પર ગંદુ નાંખવામાં આવે છે અને ગંદુ નાંખી વાતો બનાવી, ગ્રાહક પાસે રહેલ કિંમતી વસ્તુઓ પોતાની પાસે લઇ લેવામાં આવે છે, જેથી આ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવું. (ં૧૪)  બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહક દ્વારા ચોરને ઓળખી જાય તો, નજીકના લોકો તથા પોઇન્ટ પરના પોલીસના માણસોને એલર્ટ કરવા, જેથી, ચોર પકડાઇ જવાની શકયતા રહેલી છે. આ ચેકિંગ તથા સઘન પેટ્રોલિંગ તહેવારો દરમિયાન દરમિયાન સતત ચાલું રાખવામાં આવશે.

 

(3:37 pm IST)