Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

કોઠારીયા કોલોનીમાં દવાખાનામાં ગંદકીનાં ગંજઃ ૮ દિ'માં પ્રશ્ન હલ કરોઃ આંદોલનની ચિમકી

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૦માં કોઠારીયા કોલોનીમાં આવેલા કામદાર રાજય વિમા યોજના દવાખાનું-૧ના ગ્રાઉન્ડમાં છેલ્લા ૬ થી ૭ માસથી સફાઇ થઇ ન હોવાથી ચોતરફ ગંદકી ઝાડી, ડાળખાં બિનજરૂરી કાંટાડી વાડ ઉગી નિકળેલ છે. આ અંગે કોલોનીના રહેવાસીઓ દ્વારા મુખ્યમંત્રી સુધી અને ઇએસઆઇના ડાયરેકટરને અમદાવાદ લેખિત રજુઆતો કરવા છતાં સફાઇ ન થતી હોવાને પગલે આજે કોલોની યુવા ગ્રુપ અને વિસ્તારની મહિલાઓ દ્વારા હલ્લાબોલ મચાવી ઉગ્ર રજુઆતો સાથે ૮ દિવસમાં આ પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો આંદોલનની ચિમકી આ વિસ્તારવાસીઓ દ્વારા ઉચ્ચારવામાંઆવી છે. એમ કોઠારીયા યુવા ગ્રુપના પ્રમુખ ગજેન્દ્ર સિંહ ઝાલાની યાદીમાંજણાવાયું છે. આજે રજુઆતમાં કોઠારીયા કોલોની યુવા ગ્રુપના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા ધ્રુપદબા જાડેજા, ભરતભાઇ કાચા, નટુભા ઝાલા (ફૌજી), અમરબેન, બાજુબા જાડેજા,ક્રિપાલસિંહ ઝાલા, ભુપતભાઇ રાઠોડ, ગોરધનભાઇ લીંબાસીયા, સુરેશભાઇ રાઠોડ, ઉષાબેન રાઠોડ, હંસાબેન, જીતુબેન,વેલજી સોલંકી સહિતના વિસ્તારવાસીઓ ઉપસ્થિતરહયા હતા.

(3:34 pm IST)