Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ગવર્નમેન્ટ પોલીટેકનીક રાજકોટ ના વિદ્યાર્થી દ્વારા સ્માર્ટ ડસ્ટબીન

પ્રસ્તુત તસ્વીરમાં વી.જીશ્રીમાળી (ફીઝીકસ વ્યાખ્યાતા,)ડો.એસ.બી.છગ(ફીઝીકસ વ્યાખ્યાતા) ડો. પી.પી.કોટક(આચાર્યશ્રી), યશરાજવ્યાસ (વિદ્યાર્થી, દિપક સોલંકી (વિદ્યાર્થી), ડો. ડી.કે.ચુડાસમા( ફીઝીક વ્યાખ્યાતા) નજરે પડે છે

રાજકોટ : ગવર્નમેન્ટ પોલીટેકનીક ડિપ્લોમા પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ દિપક સોલંકી તથા યશરાજ વ્યાસ એ અત્રેની સંસ્થાના જનરલ વિભાગના વ્યાખ્યાતાઓ ડો. એસ.બી.છગ, વી.જી.શ્રીમાળી, તથાડી.કે. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એન્જીનિયરીંગ ફીઝીકસ વિષય અંતર્ગત બનાવેલ વીંગ મોડેલની IISF (ઇન્ડીયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટીવલ) લખનોૈ ખાતે યોજાયેલ સ્ટૂડન્ટસ એન્જીનિયરીંગ મોડેલ કોમ્પીટીશનમાં રાષ્ટ્રીય સ્તરે પસંદગી થયેલ હતી IISF ની  SEMC ની સ્વચ્છ ભારત કેટેગરી હેઠળ દિપક સોલંકી તથા યશરાજ વ્યાસે '' ઇન્ટરનેટ ઓફ વીગ્સ માટે સ્માર્ટ ડસ્ટબીન નું વર્કિગ મોડલ બનાવેલ. સામાન્ય રીતે જયારે ડસ્ટબીન ભરાઇ જાય અને ખાલી કરવામાં નથી આવતી ત્યારે તે પ્રદુષણ તથા દુગંર્ધ ફેલાવે છે. જેસ્વાસ્થય માટે હાનિકારક હોય છે. અત્રે વિદ્યાર્થીએ બનાવેલ સ્માર્ટ ડસ્ટબીનમાં જયારે તે નક્કી કરેલા લેવલ સુધી ભરાઇ જાય ત્યારેતેની સાથે લીંક કરેલ મોબાઇલમાં ''ડસ્ટબીન ભરાઇ ગઇ છે'' તેને લગતો મેેસેજ ઓટોમેટિક મોકલી શકાય તેવી પ્રયુકિત કરવામાં આવી છે. જેથી આવો મેસેજ આવ્યેથી ડસ્ટબીન સમયસર ખાલીકરી શકાય છે. મેન પાવર, સમય અને ઉર્જાની બચત થાય છે. અને સ્વાસ્થયને થતું નુકશાન અટકાવી શકાય છે. મીનીસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, મીનીસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીઝ ડિપાર્ટમેન્ટ ઓફ બાયો ટેકનોલોજી, ગવર્નમેન્ટ આોફ ઉતરપ્રદેશ, વિજ્ઞાન ભારતી અનેનેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી દ્વારા આયોજિત ઇન્ડીયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટીવલમાં સમગ્ર ભારતમાંથી ડિપ્લોમા બી.ઇ., એમ.ઇ., એમ ટેક વગેરેના અભ્યાસક્રમ કરતા વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા ૨૫૦૦ થી વધુ વર્કિગ મોડેલ્સ માંથી લખનોૈ ખાતે તા.૬/૭ ઓકટોબર ૨૦૧૮ ના IISF અંતર્ગત યોજાયેલ સ્ટુડન્ટસ એન્જીનીયરીંગ મોડેલ કોમ્પીટીશન (SEMC) માં રાષ્ટ્રીય સ્તરે કુલ ૧૦૦ વર્કિગ મોડેેલ્સની પસંદગી થવા પામેલ હતી. જેમાંથી સમગ્ર ગુજરાતમાંથી ઉપરોકત સ્પર્ધામાં પસંદગી પામેલ આ એકમાત્ર પ્રોજેકટ હતો. આ સિધ્ધી બદલ ગવર્નમેન્ટ પોલિટેકનીક રાજકોટના આચાર્યશ્રી ડો. પી.પી. કોટકે વિદ્યાર્થીઓ અને માર્ગદર્શન આપનાર વ્યાખ્યાતાઓને અભિનંદન પાઠવેલ છે.એબસ્ટ્રેકટ બુકનું કવરેજ, ઉપર જણાવેલ વર્કિગ મોડેલ્સનું એબસ્ટ્રેકટ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાપ્ત કરાયેલ સર્ટીફીકેટ તથા વર્કિગ મોડેલનો ફોટોગ્રાફ (આચાર્યશ્રી, માગદર્શક વ્યાખ્યાતાઓ તથા વિદ્યાર્થીઓ સાથે) અત્રે સામેલ છે. (૩.૮)

(3:33 pm IST)