Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

મોટા મવામાં હલણ મામલે ચારણ વૃધ્ધને દેવીપૂજક શખ્સે માર માર્યો

રાજકોટ તા. ૩:મોટા મવામાં રહેતાં અને પશુપાલન કરી ગુજરાન ચલાવતાં જીવરાજભાઇ દેવજીભાઇ હાલાણી (ચારણ) (ઉ.૬૦)ને પડોશમાં રહેતાં અર્જૂન દેવીપૂજકે લાકડીથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.

હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે તાલુકા પોલીસને જાણ કરી હતી. જીવરાજભાઇના કહેવા મુજબ પોતાના ઘર પાસેથી દેવીપૂજક શખ્સ ધરાર હલણનો રસ્તો કાઢવા માંગે છે. આ મામલે અગાઉ પણ ત્રણેક વખત મારામારી કરી હતી. ગત સાંજે ફરીથી આ અંગે ઝઘડો કરી હુમલો કર્યો હતો.

(11:46 am IST)