Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

સ્ટ્રીટ ચિલ્ડ્રન દ્વારા બનાવેલ ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ

રાજકોટઃ પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના ઉપક્રમે સમાજના છેવાડાના બાળકોના હસ્તે તૈયાર કરેલ વિવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમનું મંગલદીપ પ્રાગટય ટ્રસ્ટી શ્રીમતિ અંજલિબેન રૂપાણી, મેયરશ્રી બીનાબેન આચાર્ય, શ્રીમતિ સીમાબેન બંછાનીધી પાની, શ્રીમતિ માલીકીનબેન મનોજકુમાર અગ્રવાલ, શ્રીમતિ અનુજાબેન રાહુલ ગુપ્તાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉદ્દઘાટન પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલ, પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ નેશનલ લો કમિશનના સભ્ય અભયભાઇ ભારદ્વાજ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્ટ્રીટ ચિલ્ડ્રન દ્વારા ભરતગુંથણ, દીપાવલી માટે અવનવા દિવડાઓ, ગિફટ આર્ટિકલ, સુશોભનની ચીજ વસ્તુઓ મુકવામાં આવેલ. આ પ્રદર્શન કમ વેચાણ કાર્યક્રમમાં મેયર બીનાબેન આચાર્ય, નાયબ મેયર અશ્વિનભાઇ મોલીયા, પ્રદેશ ભાજપ પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, પૂવર્ગ મેયર રક્ષાબેન બોળીયા, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ લાલજીભાઇ સાવલીયા, મહિલા અને બાળકલ્યાણ સમિતિના ચેરમેન રૂપાબેન શીલું, શિક્ષણ સમિતિના સભ્ય કિરણબેન માંકડીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી, દેવાંગભાઇ માંકડ, મંત્રી વિક્રમભાઇ પૂજારા, ડો. એન. ડી. શીલું, જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ, દિનેશભાઇ કારીયા, જયમીનભાઇ ઠાકર, અમીનેશભાઇ રૂપાણી, મેહુલભાઇ રૂપાણી તથા મહેશભાઇ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. બાળકો દ્વારા બનાવાયેલ વસ્તુઓના પ્રદર્શન કમ વેચાણના આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટીઓ શ્રીમતિ અંજલિબેન રૂપાણી, શ્રી મહેશભાઇ ભટ્ટ, મેહુલભાઇ રૂપાણી તથા અમિનેશભાઇ રૂપાણી તેમજ વહીવટી અધિકારીઓ શ્રી ભાવેશભાઇ ભટ્ટ તથા નિરદભાઇ ભટ્ટનાં માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટના કાર્યકર્તાઓ શ્રી બિપીનભાઇ વસા, ગીતાબેન વસા, દેવજીભાઇ વાઘેલા, એન.જી. પરમાર, શૈલેષભાઇ લોટીયા, મિત્સુબેન વ્યાસ, નયનાબેન સિંધવ, વિપુલાબેન મેહતા, એકતાબેન ભટ્ટ, જાન્હવીબેન લાખાણી, સરોજબેન આચાર્ય, જયપ્રકાશભાઇ આચાર્ય, રાજુભાઇ શેઠ, કિરીટભાઇ પરમાર, હરેશભાઇ ચાંચીયા, કિશોરભાઇ ગમારા, નયનભાઇ શાહ, કિરણબેન શાહ, ગીતાબેન તન્ના, કમલેશભાઇ પારેખ, અનિલભાઇ ટોળીયા, નિલેશભાઇ શાહ, હર્ષદભાઇ સરવૈયા, પ્રફુલભાઇ સંઘાણી તથા કર્મચારીઓ શ્રી શિતલબા ઝાલા, પ્રિતિબેન મહેતા, શિલ્પાબેન કુમારખાણીયા, ધાનીબેન મકવાણા, મંજુલાબેન ભાલાળા, વર્ષાબેન મકવાણા, દિપકભાઇ જોશી, દેવજીભાઇ પરમાર, જીજ્ઞેશભાઇ રત્નોતર, અનુપભાઇ રાવલ, પ્રવિણભાઇ ખોખર, ચાર્મીબેન રાજવીર, પૂજાબેન ભટ્ટી, હિમાંશુભાઇ મહેતા, સાગરભાઇ પાટીલ, શરદભાઇ મકવાણા, અનુપભાઇ રાવલ, જયભાઇ સોલંકી વિગેરેએ જહેમત ઉઠાવી હતી. (૭.૩૦)

(9:54 am IST)