Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd October 2023

ગાંધી જયંતિના દિવસે રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ભક્તિનગર અને સુરેન્દ્રનગર સ્ટેશનો પર સ્વચ્છતા અભિયાન ચલાવીને 'સ્વચ્છતા હી સેવા પખવાડિયા'નું સમાપન

રાજકોટ :રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે 16 સપ્ટેમ્બરથી શરૂ થયેલ 'સ્વચ્છતા હી સેવા પખવાડિયા'નું રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ભક્તિનગર અને સુરેન્દ્રનગર સ્ટેશનો પર વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગ થી સ્વચ્છતા અભિયાન ચલાવીને સમાપન કરવામાં આવ્યું હતું.

   રાજકોટ રેલવે ડિવિઝનના ભક્તિનગર અને સુરેન્દ્રનગર સ્ટેશનના પ્લેટફોર્મ અને સ્ટેશન પરિસરમાં માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની લિમિટેડના 150 જેટલા સ્વયંસેવકો દ્વારા સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સફાઈ અભિયાનમાં રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 

  રાજકોટ ડિવિઝન દ્વારા 'સ્વચ્છતા હી સેવા પખવાડા' દરમિયાન કરવામાં આવેલી કામગીરીની વિસ્તૃત માહિતી આપતા ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વની કુમારે જણાવ્યું હતું કે, તમામ 51 રેલવે સ્ટેશનો, કોલોનીઓ, હોસ્પિટલો, ટ્રેનો, પાર્ક, કેન્ટીન વગેરે સ્થળોએ મોટા પાયે સાફસફાઈ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન લગભગ 79 ટન કચરો દૂર કરવામાં આવ્યો હતો અને લગભગ 63 લાખ ચોરસ મીટર વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી.અશ્વની કુમારે 16મી સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર સુધી ચાલનારા આ સ્વચ્છતા પખવાડામાં તેમનું અમૂલ્ય યોગદાન આપવા બદલ વિવિધ સામાજિક સેવા સંસ્થાઓ, ટ્રેડ યુનિયનો, એસોસિએશન અને રેલવેના સ્ટાફની પ્રશંસા કરી છે

(1:20 am IST)