Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

રૂ.પાંચ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા.૩:અત્રે રૂ.પ લાખના ચેક રિટર્ન કેસમાં વળતર સાથે આરોપીને એક વર્ષની સજાનો આદેશ કોર્ટે કર્યો હતો.
આ કેસની વિગત એવી છે કે, રાજકોટના મોટા મૌવા ગામ પાછળ આવેલ આંગન ગ્રીન સીટીમાં રહેતા લલીતભાઇ અરજણભાઇ પાંભરે ઓળખાણનો સબંધ ધરાવતા અને રાજકોટના કુવાડવા જીઆઇડીસી ખાતે બર્યાન ઇન્‍ટરનેશનલના નામથી ધંધો કરતા રજની અમૃતલાલ વસોયાને ઉછીના પેટે રોકડા રૂ.પ,૦૦,૦૦૦ અંકે રૂપિયા પાંચ લાખ પુરામદદ માટે આપેલા હતા જે રકમ પરત આપવા બાબતે રજની વસોયાએ તેમના ખાતાવાળી બેંકનો ચેક આપેલ હતો. જે ચેક રિટર્ન થતા ફરીયાદીએ લોધીકાની સીવીલ કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ ૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલી હતી.
આ કેસ ચાલી જતા લોધીકા સીવીલ કોર્ટના સીવીલ જજ શ્રી ઍમ.ઍ. પિપરાણીઍ આરોપી રજની અમૃતલાલ વસોયાને નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઍકટની કલમ ૧૩૮ હેઠળ તકસીરવાન ઠરાવી સજાનો હુકમ કરેલ. જેમાં આરોપી રજની અમૃતલાલ વસોયાને ૧ (ઍક) વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની રકમની દોઢ ગણી રકમ રૂ.૭,પ૦,૦૦૦ અંકે રૂપિયા સાત લાખ પચાસ હજાર પુરા વળતર તરીકે સાંઇઠ દિવસમાં ફરિયાદીને ચુકવી આપવા અને જા સાંઇઠ દિવસમાં વળતરની રકમ ન ચુકવે તો વધુ ૩ (ત્રણ) મહીનાની સજાનો હુકમ કરેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે રાજકોટના વકીલ શ્રી અતુલ સી.ફળદુ રોકાયેલા હતા.

 

(4:31 pm IST)