Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ગ્રામ શિલ્‍પના કાર્યોને વેગ આપી ગ્રામીણ રોજગારી વધારવા સુદ્રઢ વ્‍યવસ્‍થા ગોઠવાશે

લઘુ ઉદ્યોગ ભારતીની બે દિવસીય સમીટ હરીદ્વારમાં સંપન્‍ન

રાજકોટ તા.૩ : લઘુ ઉદ્યોગ ભારતીની અખિલ ભારતીય સમીટ હરિદ્વાર, ઉતરાંચલ ખાતે બે દિવસની મળેલ હતી. જેમાં રાષ્‍ટ્રીય પ્રમુખ બલદેવભાઇ પ્રજાપતિ, રાષ્‍ટ્રીય મહામંત્રી ઘનશ્‍યામભાઇ ઓઝા, રાષ્‍ટ્રીય સંગઠનમંત્રી પ્રકાશચંદ્રભાઇ, આર.એસ.એસ.ના સહ સર કાર્યવાહ ડો. કૃષ્‍ણ ગોપાલજી તેમજ ઉતરાંચલ સી.એમે. પુષ્‍કરસિંહ ધાર્મીએ ઉપસ્‍થિત રહી દીપ પ્રાગટય કરેલ.

આ સમીટમાં રાષ્‍ટ્રીય કમીટીના સદસ્‍યો, કાશ્‍મીરથી અદમાન - નિકોરબાર, આસામ, ગૃવાહાટીથી ગુજરાત દરેક રાજયના પ્રદેશ પ્રમુખ તેમજ મંત્રી તથા સંભાગના પ્રમુખ તેમજ મંત્રી અપેક્ષીત હતા.  સમીટમાં સૌરાષ્‍ટ્ર સંભાગના પ્રમુખ હંસરાજભાઇ ગજેરા તથા મંત્રી અમૃતભાઇ ગઢીયા ઉપસ્‍થિત રહેલ.

જેમાં ગ્રામીણ રોજગારી સર્જન તેમજ ગ્રામ શિલ્‍પ જેવી વસ્‍તુનું ઉત્‍પાદન સ્‍થાનિક સ્‍તરે થાય તેમજ બનાવનારને તેના વેચાણની વ્‍યવસ્‍થા ઉભી થાય તેવા ગ્રામ શિલ્‍પના કાર્યો દરેક ગામ - ગામ સુધીની જે વ્‍યવસ્‍થા અત્‍યારે છે  તેને વિસ્‍તૃત કરી ગ્રામીણ લોકોમાં વધુમાં વધુ સ્‍વરોજગાર ઉભો થાય તેવા પ્રયત્‍નો કરવાની વ્‍યવસ્‍થા ઉભી કરવાનું નકકી કરવામાં આવ્‍યું.

ભારતીય અર્થતંતત્રમાં નાના ઉદ્યોગોનો ૪પ ટકા હિસ્‍સો છે. તેમજ નાના ઉદ્યોગોનો એક્ષપોર્ટમા ૪૦ ટકા હિસ્‍સો છે.  તે ઉપરાંત નાના ઉદ્યોગો ૬ કરોડ લોકોને રોજગારી પુરી પાડે છે. આ ઉપરાંત સ્‍વાવલમ્‍બી ભારત અભિયાન ઉપર વિશેષ ધ્‍યાન આપી વધુમાં વધુમાં સ્‍થાનિક કક્ષાએ સ્‍વરોજગારનું સર્જન થાય તેવા પ્રયત્‍નો કરવા તેમજ ઉદ્યોગોમાં ગ્રામીણ જીલ્લા પ્રદેશ કક્ષાએ બહેનોની હિસ્‍સેદારી હોય તેવા પ્રયતન કરી  તેઓને ઉદ્યોગમાં વિશેષ જવાબદારી સોંપવી તેવું આ સમીટમાં નકકી કરાયુ હતુ.

આ સમગ્ર સમીટ બે દિવસના દોઢ કલાકના અલગ અલગ વિષય ઉપર પાંચ સત્રમાં વિસ્‍તૃત ચર્ચા વિચારણા અને ઉદ્યોગપતિઓનાન સુચનોને લઇ વ્‍યવહારૂ અભિગમથી તેનું અમલીકરણ થાય તેવી વ્‍યવસ્‍થા ગોઠવવાનું નકકી કરી અને આ સમીટનું સમાપન કરવામાં આવેલ તેમ હંસરાજભાઇ ગજેરા પ્રમુખ લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્‍ટ્ર સંભાગ અને અમૃતભાઇ ગઢીયા મંત્રી લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્‍ટ્ર સંભાગની સંયુકત યાદીમાં જણાવાયું છે.

(4:21 pm IST)