Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

દલિતોને લગતી જમીનોના પ્રકરણોની તપાસ માટે સમિતિ રચોઃ આત્‍મવિલોપનની ચીમકી આપનારા લડવૈયા સંપર્ક વિહોણા

પ્રેમ મંદિર પાસેની જમીન સહિતનો વિવાદઃ જુહી રૂપાણી, જે.પી.ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર વગેરે સામે સિધ્‍ધાર્થ પરમારનો આક્ષેપ

પુર્વ ધારાસભ્‍ય સિધ્‍ધાર્થ પરમારે દલીતોને સ્‍પર્શતા જમીન સહીતના મુદ્દે સર્કીટ હાઉસમાં પત્રકાર પરીષદ સંબોધેલ  તેમજ અકિલા કાર્યાલયની મુલાકાત લઇ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ચર્ચા કરેલ. પત્રકારો સાથેની વાતચીત વખતે એડવોકેટ ગિરધરભાઇ વાઘેલા, અંજારના વલારીયાના સંત ત્રિકમ આશ્રમની જગ્‍યાના મહંત ભરતદાસબાપુ વગેરે હાજર રહયા હતા. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૩: શહેરના કાલાવડ રોડ પરના પ્રેમ મંદિર પાસેની કિંમતી જમીનના  વિવાદ અને દલીત સમાજને લાગુ પડતા અન્‍ય પ્રકરણોની તપાસ માટે ઉચ્‍ચ કક્ષાની સમીતીની રચના કરવા પુર્વ ધારાસભ્‍ય સિધ્‍ધાર્થ પરમાર  એડવોકેટ ગીરધરભાઇ વાઘેલા વગેરેએ માંગણી કરી છે. પત્રકાર પરીષદમાં આ અંગેના મુદાઓ વર્ણવવામાં  આવેલ. અગાઉની રજુઆતો સંદર્ભે ન્‍યાય ન મળતા દલીત ચિંતક માવજીભાઇ રાખશીયાએ  તા.૩૦ સુધીમાં જવાબદારો સામે પગલા લેવામાં ન આવે તો આત્‍મવિલોપન કરવાની ચીમકી આપેલ. તે વ્‍યકિત અત્‍યારે લાપત્તા હોવનું સિધ્‍ધાર્થ સહીતના આગેવાનોનું કહેવું છે. આ અંગે આજે પોલીસ કમિશનરને પણ આવેદન આપવામાં આવેલ છે. જુહી રૂપાણીના નામનો ખીજડીયાની જગ્‍યાનો દસ્‍તાવેજ ખોટી રીતે થઇ ગયાનો આક્ષેપ તેમજ પ્રેમ મંદિર પાસેની જમીનમાં જે.પી.ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર સંકળાયેલ હોવાનો આક્ષેપ સિધ્‍ધાર્થે કરેલ છે. જમીનને લગતી વહીવટી પ્રક્રિયા વિજયભાઇ રૂપાણીના શાસન કાળમાં થયાનું જણાવી તેમણે તેમની પાસે પણ જવાબ માંગ્‍યો છે.

સિધ્‍ધાર્થ પરમારે પત્રકારોને જણાવેલ કે કોર્પોરેશન દ્વારા સદરહું જગ્‍યામાંથી ડોકટર આંબેડકરજીની પ્રતિમા કાઢીને ફેંકી દેવા બાબતે, રાજકોટ તાલુકા અનુસુચીત જાતી ખેતી મંડળીમાં  દલીતોની જમીનના કૌભાંડમાં સંકળાયેલા અધિકારીઓ સામે પગલા ભરવા,  એસપી દ્વારા ભેદભાવ ભર્યા રિપોર્ટથી લેન્‍ડ ગ્રેબીંગ કમીટીમાં દલીતોને આર્થીક નુકશાન કરવા અંગે તેમજ કોર્પોરેશન દ્વારા નિયમ વિરૂધ્‍ધ એસઇડબલ્‍યુએસના પ્‍લોટ હેતુફેર કરી પછાત વર્ગના લોકોને નુકશાન પહોંચાડવા બાબતે ન્‍યાય ન મળતા દલીત આગેવાન માવજીભાઇ રાખશીયાએ ધરણા કરવા અરજી કરેલ. તે અરજી પોલીસે નામંજુર કરેલ. માવજીભાઇએ વિગતવર નોંધ તૈયર કરેલ. તેઓ લાગણીશીલ દલીતસિંચક છે. દલીતોના અધિકાર માટે લડે છે. તેમણે ઉપરોકત રજુઆતોના પ્રત્‍યુતરમાં નિરાશા બાદ તા.૩૦-૯-ર૦રર સુધીમાં  ન્‍યાય ન મળે તો ત્‍યાર પછી ગમે ત્‍યારે આત્‍મ્‍વિલોપનની ચિમકી આપેલ. હાલ તેઓનો ફોન સ્‍વીચ ઓફ છે. કેટલાક સમયથી કોઇના સંપર્કમાં નથી.

દલીતોની મંડળીની જમીન ગેરકાયદેસર વેચનાર મુળજી કચરા ચવડાને નિયમ પ્રમાણે પદભ્રષ્‍ટ કરવા તેમજ ભુમાફીયાઓને મદદ કરનાર અધિકારીઓને સામે પગલા ભરવા સહીતની બાબતે ઉચ્‍ચ સ્‍તરીય તપાસ સમીતી રચવા માવજીભાઇએ મુખ્‍યમંત્રીને પત્ર પાઠવ્‍યો હતો. અમારૂ આંદોલન સરકાર વિરોધી નહી પરંતુ ભૂમાફીયાઓ વિરૂધ્‍ધ છે.  આ બાબતે રજુઆત માટે અમારૂ પ્રતિનિધિ મંડળ મુખ્‍યમંત્રીને મળવા માંગે છે.

(4:19 pm IST)