Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

શહેરના છ વોર્ડમાં પાણીના ધાંધીયા : ૩ થી ૭ કલાક મોડુ વિતરણ

હડાળા પાસે નર્મદા લાઇનનો મુખ્‍ય એર વાલ્‍વ લીકેજ થતાં વોર્ડ નં. ૧, ૨, ૯, ૧૦માં તથા ઢેબર રોડ પર મુખ્‍ય પાણીની લાઇનમાં ભંગાણ થતાં વોર્ડ નં. ૧૭ અને ૧૮માં પાણી વિતરણમાં અસર

રાજકોટ તા. ૩ : શહેરના જળાશયો મેઘરાજાએ છલકાવી આપ્‍યા છે પરંતુ નર્મદાની લાઇન અને સેન્‍ટ્રલ ઝોનમાં પાણીની લાઇનમાં ભંગાણ થતાં આજે ૬ વોર્ડમાં પાણીના ધાંધીયા થતાં ગૃહિણીઓમાં દેકારો મચી ગયો હતો.

આ અંગે મનપાના વોટર વર્કસ શાખાના સત્તાવાર સૂત્રોના જણાવ્‍યા મુજબ નર્મદા લાઇનમાં હડાળા પાસે મુખ્‍ય એર વાલ્‍વ લીકેજ થતાં રૈયાધારે નર્મદા નીર ન મળતા વોર્ડ નં. ૧, ૨, ૯, ૧૦માં છ થી સાત કલાક મોડું પાણી વિતરણ થયું હતું. નર્મદા નીર સમયસર આવશે તો મોડી રાત સુધીમાં બધા વોર્ડમાં પાણી મળશે.

જ્‍યારે ઢેબર રોડ ઉપર મુખ્‍ય પાણીની લાઇન ડેમેજ થતાં વોર્ડ નં. ૧૭ અને ૧૮માં આશાપુરા, કિરણ સોસાયટી, વિશ્રાંતી, રાજલક્ષ્મી, કામનાથ, વિક્રાંતી, બાબરીયા, સુભાષનગર તથા હુડકો-એ તથા બી ના વિસ્‍તારોમાં ત્રણથી પાંચ કલાક પાણી વિતરણ મોડું થતા લોકોમાં દેકારો બોલી ગયો હતો.

(4:14 pm IST)