Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

મેલડી માતાના મંદિરે નાની બાળાઓ દ્વારા પ્રાચીન રાસ ગરબા : પૂનમે લ્‍હાણી વિતરણ

રાજકોટ : પંચની મેલડી માતાજી ટ્રસ્‍ટ પાંજરાપોળ દ્વારા સામાકાંઠે ભાવનગર રોડ, પાંજરાપોળ મેઇન રોડ ખાતે મંદિરના સાનિધ્‍યમાં પ્રાચીન ગરબીનું આયોજન થાય છે. સ્‍વ. ચુનીબાપા, સ્‍વ. મોતીબાપા દ્વારા સ્‍થાપન કરાયેલ આ ૧૨૫ વર્ષ જુની ગરબીમાં હાલ ૩૦૦-૪૦૦ નાની બાળાઓ દ્વારા માતાજીના અવનવા પ્રાચીન રાસ રજુ થઇ રહ્યા છે. નાત-જાતના ભેદ વગર યોજાતી આ ગરબીમાં દાતાઓ દ્વારા દરરોજ લ્‍હાણી - પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. પૂનમના દિવસે બાળાઓને મોટી લ્‍હાણીનું વિતરણ થશે. તસવીરમાં ગરબીની વિગતો વર્ણવતા મંડળના આગેવાનો નજરે પડે છે.

(3:44 pm IST)