Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ફિલ્મ ‘­પ્રેમનગર’ના પોસ્ટર સુદેશ ભોંસલે ઍ તૈયાર કર્યા હતા..!

પહેલાં મીમીક્રી આર્ટીસ્‍ટ અને પછી જાણીતા કલાકારોના અવાજમાં ગીતો ગાતા ગાયક તરીકે લોકપ્રિય થનાર સુદેશ ભોંસલેએ વર્ષો સુધી પેઇન્‍ટર તરીકે કામ કર્યું હતું. પિતા ફિલ્‍મોના પોસ્‍ટર બનાવતા હતા છતાં પુત્રને હંમેશા ફિલ્‍મ લાઇનથી દૂર રાખ્‍યો હતો. પરંતુ સુદેશજી જયારે ૧૪ વર્ષના હતા ત્‍યારે મમ્‍મી એક સ્‍ટુડિયોમાં પિતાનું કામ બતાવવા લઇ ગયા હતા. ત્‍યાં રાજેશ-હેમાની ફિલ્‍મ ‘પ્રેમનગર'(૧૯૭૪) ના પ્રચારના પોસ્‍ટર બનાવવામાં આવી રહ્યા હતા.

જીવનમાં ક્‍યારેય પીંછી ના પકડનાર સુદેશજીએ અમસ્‍તા જ એક પોસ્‍ટર તૈયાર કરવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કરી. પિતાએ એને પ્રોત્‍સાહન આપ્‍યું અને એણે એક ચિત્ર તૈયાર કર્યું. એની કળા જોઇને પિતા એટલા ખુશ થયા કે ‘પ્રેમનગર'ના પ્રચાર માટેના ચિત્રો તૈયાર કરવાનું કામ કરવા એને લગાવી દીધો. બે મહિના સુધી પ્રચારનું કામ ચાલ્‍યું ત્‍યાં સુધી સ્‍કૂલમાં રજા પડાવી ચિત્રો તૈયાર કરાવ્‍યા. ઘણા થિયેટરો પર સુદેશજી દ્વારા તૈયાર થયેલા પોસ્‍ટર લાગ્‍યા હતા. પછી સુદેશજી પણ પિતા સાથે જોડાઇ ગયા. તે કોલેજ સુધી ભણવા સાથે પેઇન્‍ટર તરીકે કામ કરતા રહ્યા. તેઓ આખું વર્ષ પિતા સાથે કામ કરતા હતા અને માત્ર પરીક્ષા આપવા જ કોલેજ જતા હતા. દરમ્‍યાનમાં ફિલ્‍મોના પોસ્‍ટર તૈયાર કરવા સાથે ગીતો ગાવાનો અને કલાકારોની મીમીક્રી કરવાનો શોખ ચાલતો રહ્યો હતો. એક દિવસ કોલેજમાં અચાનક એણે અમિતાભનો અવાજ કાઢતાં તેના મિત્રો ચોંકી ગયા હતા. ખુદ સુદેશજીને નવાઇ લાગી હતી કે તે અમિતાભનો અવાજ કેવી રીતે કાઢી શક્‍યા.! અહિંથીજ શરૂ થયો તેમના કલાકાર બનવાનો દોર.આગળ જતાં સુદેશ ભોંસલેએ બીજા અનેક જાણીતા અભિનેતા અને ગાયક કલાકારોનો અવાજ કાઢી બતાવ્‍યો હતો. ઓમ પ્રકાશ, અશોક કુમાર, મહેમુદ, મિથુન ચક્રવર્તિ, અનિલ કપૂર, શત્રુઘ્‍ન સિન્‍હા સહિત અનેક કલાકારોને તેઓ પોતાના ગળામાં સમાવીને બેઠા છે. પહેલા કિશોર કુમારને અમિતાભ બચ્‍ચનનો અવાજ માનવામાં આવતા હતા. કિશોરદાએ બિગ બી માટે ઘણા સુપરહિટ ગીતો ગાયા છે. એ પછી સુદેશ ભોંસલેએ તેમની ટેલેન્‍ટથી બધાને ચોંકાવી દિધા છે. તેઓને ઘણા નવા ગીતો ગાવા ઉપરાંત જૂના ગીતો ખૂબ જ પસંદ છે. તેઓ કિશોર કુમાર, રફીસાહેબ, મુકેશ જેવા દિગ્‍ગજ ગાયકોના ગીતો પર લાઈવ પરફોર્મન્‍સ આપે છે.અદભૂત અવાજના માલિક સુદેશ ભોંસલે રાજકોટ આવી રહ્યા છે. તેઓ ‘જર્ની ઓફ અમિતાભ બચ્‍ચન વિથ પ્‍લેબેક સિંગર સુદેશ ભોંસલે' નામના કાર્યક્રમમાં અમિતજી પર ફિલ્‍માવેલા અલગ-અલગ ગીતોને બખુબી રજુ કરવાના છે. બોલિવૂડમાં લગભગ દરેક કલાકાર માટે ગીતો ગાનાર સુદેશ ભોંસલે પાસે ટેલેન્‍ટની કોઈ કમી નથી. રાજકોટવાસીઓ તૈયાર છો ને? આ અને આવા અવિસ્‍મરણીય કાર્યક્રમોની વણજારમાં કપલ અને ગ્રૂપ સાથે સભ્‍ય બનવા ભારતીબેન નાયકનો (મો. ૯૮૯૨૬ ૨૫૭૬૮) તુરત જ સંપર્ક કરી શકો છો.

 ૧૬ ઓકટોબરે સુદેશ ભોંસલે રાજકોટને ડોલાવવા આવી રહ્યા છે ત્‍યારે

‘તાલ તરંગ' સાથે જોડાઇ જાવ : એકથી એક ચઢીયાતા કાર્યક્રમો માણો

રાજકોટ : ઓલ બોલીવુડ ઇવેન્‍ટ્‍સ દ્વારા ગણત્રીના દિવસો પછી ૧૬ ઓકટોબરે રાજકોટ - સૌરાષ્‍ટ્રની જનતાને તરબોળ કરી દયે તેવો યાદગાર ગીતોનો સંગીત મઢયો ‘સુપર સ્‍ટાર પ્‍લેબેક સીંગર સુદેશ ભોંસલે'નો જબરજસ્‍ત પ્રોગ્રામ સરગમ સંચાલિત હેમુ ગઢવી હોલમાં આવી રહ્યો છે. દેશના સુવિખ્‍યાત ઇવેન્‍ટ ઓર્ગેનાઇઝર ભારતી નાયકના નેજા હેઠળ ઓલ બોલીવુડ ઇવેન્‍ટસ દ્વારા અને તાલ-તરંગ કલબના સંગાથે આ કાર્યક્રમ માણવા રાજકોટીયનો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. સુદેશજીનો સંગાથ આપવા મુંબઇના પ્રખ્‍યાત સીંગર્સ મદન શુકલા, અર્પિતા ઠક્કર અને સાથે મનીશા કરંદીકર તથા આર.જે.ગૌરવ પણ રાજકોટીયનોને સંગીતની દુનિયામાં રસતરબોળ કરવા આવી રહ્યા છે.

આ શોની અલગથી ટિકિટ ખરીદવાના મોટા ખર્ચને બદલે આજે જ તાલ-તરંગ કલબના સદસ્‍ય બની જાવ અને વર્ષમાં સુપર-ડુપર ફિલ્‍મી જગતના યાદગાર ગીતોના ૭ કાર્યક્રમો (૬ કાર્યક્રમ + ૧ બોનસ પ્રોગ્રામ) સહ પરિવાર, મિત્રો, મહાનુભાવો સાથે અચૂક માણો. ટિકીટ ખરીદવાની ઝંઝટમાંથી છૂટી જાવ (સંપર્ક : ભારતીબેન નાયક ૯૮૯૨૬ ૨૫૭૬૮ / ૭૪૩૫૦ ૪૪૭૨૧)

દોઢ દાયકાનો અનુભવ : ઓલ બોલીવુડ ઇવેન્ટના ભારતી નાયક દ્વારા તમામ પ્રકારના મ્યુઝીકલ શો

અને ઇવેન્ટસનું આયોજન : અચૂક લાભ લ્યો

બર્થ ડે પાર્ટીઝ, ગુજરાતી ગીતોની રમઝટ, દાંડિયા રાસ, ટ્રેડીશનલ વેડીંગ સોન્‍ગસ, લગ્ન - સગાઇ સહિતના

પ્રસંગોએ સંગીત સંધ્‍યા, ઇન્‍ડીયન કલાસીકલ સોંગ્‍સ,

ગઝલ, એવોર્ડ ફંકશનો, ફંડ રેઇઝીંગ શોઝ, તમામ

પ્રકારના મ્‍યુઝીકલ શો

સંપર્ક : ભારતી નાયક :

98926 25768 / 74350 44721

(3:43 pm IST)