Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

'દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ' દ્વારા ગુરૃવારે એક દિવસીય નવરાત્રી મહોત્સવ

શાસ્ત્રી મેદાનમાં આયોજનઃ પ્રજ્ઞાચક્ષુ, મૂકબધિર, વિકલાંગોને નિમંત્રણ

રાજકોટ તા. ૩ :.. 'દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ' તાજેતરમાં જ સેવાયાત્રાના ર૪ વર્ષ પૂર્ણ કરી રજત જયંતિ વર્ષમાં પ્રવેશેલ છે. ત્યારે આગામી તા. ર૬ ના ગુરૃવારે મુંબઇના ઓરકેસ્ટ્રા બામ્બુ બીટસના સહકારે દીકરાનું ઘરના વિશાળ પરિવારના દાતાઓ, શુભેચ્છકો, કાર્યકર્તાઓ, શહેર શ્રેષ્ઠીઓ, વિવિધ સંસ્થાઓની પ્રેરક ઉપસ્થિતીમાં એક દિવસીય નવરાત્રી મહોત્સવ શાસ્ત્રી મેદાનમાં યોજેલ છે. સંસ્થાના મુકેશ દોશી, અનુપમ દોશી, સુનિલ વોરા, નલિન તન્ના, કિરીભાઇ આદ્રોજા એ જણાવ્યું છે કે આ એક દિવસીય નવરાત્રી મહોત્સવમાં શહેરની વિવિધ સંસ્થાના મુક બધિર, પ્રજ્ઞાચક્ષુ, થેલેસેમિક બાળક, વૃધ્ધાશ્રમ ના વડીલો, માનસીક વિકલાંગ બાળકોને નિમંત્રીત કરાયા છે.

વિજેતાઓને વિવિધ આકર્ષક ઇનામોથી નવાજવામાં આવશે. આ પ્રસંગે શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે. આ મહોત્સવમાં નિર્ણાયક તરીકે નીતાબેન કનેરીયા, ડો. શ્રધ્ધાબેન બારોટ, સ્વાતિબેન જોષી, મીનાક્ષીબેન પટેલ, શિલ્પાબેન ઘોડાસરા, દર્શિનીબેન ભોજાણી, કાજલબેન વ્યાસ, ડો. નેહલબેન શીંગાળા અને રૃચિરભાઇ પંડયા, જવાદારી સંભાળશે.આ અંગેની તડામાર તૈયારીઓ દીકરાનું ઘરના સ્વંયસેવકો તેમજ આયોજક ટીમના યશવંતભાઇ જોષી, પ્રણંદ કલ્યાણી, અતુલ વોરા, દોલતભાઇ ગાદેશા, પ્રશાંત ગાંગડીયા, વિમલ પાણખણીયા, રાજદિપ શાહ, પારસ  મોદી, હરીશભાઇ હરીયાણી, સાવન ભાડલીયા, હિતેષ બગડાઇ, ચિંતન વોરા, મોસમીબેન કલ્યાણી, વર્ષાબેન પોપટ તેમજ રીટાબેન કોટક સહિતના કાર્યક્રમને આખરી ઓપ આપી રહ્યા છે.

(3:28 pm IST)