Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ગજ્જર સર્વિસ ગૃપ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

રાજકોટઃ પાત્રીસ વર્ષથી ગુર્જર સુતાર જ્ઞાતિમાં સંવાદ સાધી કાર્યરત સંસ્થા ગજ્જર સર્વિસ ગૃપ દ્વારા વિશ્વકર્મા મંદિરે તાજેતરમાં વિદ્યાર્થી સત્કાર સમારંભ યોજાયો હતો. પૂર્વ સહમંત્રી અને સભ્ય સ્પોન્સર રમેશભાઇ વી.તલસાણીયાએ તથા ગૃપના હોદ્દેદારોએ દીપપ્રાગટ્ય કર્યુ હતુ. પ્રાર્થના બાદ મંત્રી ગિરિશભાઇ પંચાસરાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. સ્પોન્સર રમેશભાઇ તથા મહેન્દ્રભાઇ ડી ઝિંઝુવાડિયા પરિચયનું વાંચન સહમંત્રી કિશોરભાઇ બોરાણીયા દ્વારા થયું હતું. સ્પોન્સરનું બુક અને બુકેથી અભિવાદન ગ્રુપના પ્રમુખ ગુણેન્દ્રભાઇ ભાડેશીયાએ કર્યા બાદ કે.જી.થી કોલેજ સુધીના તેજસ્વી સંતાનોને સ્પોન્સર ગ્રુપના પ્રમુખ તેમજ અન્ય સભ્યોના હસ્તે ઇનામો આપીને સન્માનિત કરાય હતા. સંચાલન કિશોરભાઇ બધકિયાએ કર્યુ હતું. ગ્રુપના સભ્યશ્રી માલતીબેન મેસવાણીયા અને સ્પોન્સર રમેશભાઇ તલસાણીયા વિદ્યાર્થીઓને તેમના માતા-પિતાને સકારાત્મક ટીપ્સ આપી હતી. જાણીતા ગાયક કમલેશભાઇ ભારદીયાએ તથા કિશોરભાઇ બધકિયાએ કિશોરકુમારના ગીતોને બા-અદબ રજુ કરી સભ્યોની દાદ મેળવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંકલન સંચાલક નટવરભાઇ આહલપરાએ કર્યુ હતું. કાર્યક્રમને  સફળ બનાવવા વિનોદભાઇ ભાડેશીયા, મનસુખભાઇ કાંસોરા તજલભાઇ સિનરોજા, મહિપતભાઇ તલસાણીયા, નટવરભાઇ ભારદીયા, અલ્પેશભાઇ ખંભાળીયા, કિશોરભાઇ તલસાણીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:51 pm IST)