Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

સી.એસ. માં ઓલ ઇન્ડિયા લેવલે મોખરે રહેનાર રાજકોટની રાજવી શાહનું મુંબઇમાં બહુમાન

રાજકોટ : જે. કે. શાહ દ્વારા તાજેતરમાં મુંબઇ સહારા હોટલ ખાતે ઓલ ઇન્ડિયા રેન્કર્સ અને બીજા છ દેશોના રેન્કર્સ સી.એ., સી.એસ. પ્રોફેશ્નલ્સ માટે ફેલીસીટેશન યોજયુ હતુ. દેશ અને દુનિયાભરમાંથી રેન્કર્સ આવ્યા હતા. તમામનું જે. કે. શાહ, ઉમેશ ગાલા સહીતનાએ જાજરમાન સન્માન કરેલ. જેમાં રાજકોટના જૈન અને ભાજપ અગ્રણ મયુરભાઇ શાહની સુપુત્રી રાજવી શાહે સી.એસ. ફાઉન્ડેશનમાં ઓલ ઇન્ડિયા લેવલે ૧૫ મો ક્રમ મેળવવા બદલનું બહુમાન પ્રાપ્ત કર્યુ હતુ. આ રીતે તેણીએ વધુ એક વખત મોદી સ્કુલ અને શાહ પરિવારનું ગૌરવ વધારેલ છે. હાલ રાજવી શાહ સી.એસ. સાથે ગુજરાત લો યુનિવર્સિટીમાં લો નો અભ્યાસ કરી રહી છે.

(3:49 pm IST)