Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

રંગે રમે આનંદે રમે.... આજ નવદુર્ગા ગરબે રમેઃ બાપા સીતારામ ગરબી મંડળની બાળાઓ દ્વારા અઘોર નગારા રાસનું આકર્ષણ

રાજકોટ : માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીનો રંગેચંગે પ્રારંભ થયો છે. નવ - નવ  દિવસ માઈ ભકતો માં શકિતની ભકિતમાં લીન થશે. શહેરમાં પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવની ધૂમ વચ્ચે અનોખુ વાતાવરણ છવાઈ ગયુ છે. રાજકોટમાં વિવિધ સ્થળોએ પ્રાચીન - અર્વાચીન ગરબીઓનો પ્રારંભ થયો છે. શહેરના  રૈયા રોડ  વિસ્તારમાં તીરૂપતી સોસાયટી શેરી નં.૬નાં ખુણે બાપા સીતારામ ગરબી મંડળ દ્વારા છેલ્લા ૨૬ વર્ષથી નવરાત્રી પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવે છે. આ ગરબીમાં તાલી, તલવાર, ટીપ્પણી સહિતના અવનવા રાસનું આકર્ષણ જમાવ્યુ છે. આ ગરબીમાં ખાસ અઘોર નગારા રાસ રજૂ કરવામાં આવે છે. બાપા સીતારામ ગરબી મંડળની ૨૬ બાળાઓ ગાયક કલાકારોનાં સ્વરે અને  ઢોલનાં તાલે રાસની રમઝટ બોલાવે છે.  પ્રસ્તુત તસ્વીરમાં નવદુર્ગા ગરબી મંડળની ગરબે ઘૂમતી બાળાઓ અને ગાયક કલાકારોની ટીમ નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:47 pm IST)