Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

રસ્સાખેંચ-યુનિવર્સલ સ્કુલ જિલ્લાકક્ષાએ પ્રથમ

રાજકોટ : રાજય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવેલ હતી. જેમાં અહીંના ચંદ્રેશનગર મેઇન રોડ ઉપર આવેલ શ્રી યુનિવર્સલ હાઇસ્કુલની બહેનોએ યુ-૧૭ વિભાગમાં રસ્સાખેંચ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ટીમમાં હાઇસ્કુલ વિભાગ વિદ્યાર્થી અજાગીયા શ્રધ્ધા, જોગીયા સાક્ષી, પરમાર દિક્ષીતા, રાઠોડ પ્રેરણા, લાઠીયા બંસી, બારડ જાનકી, વાળા હિરલ, પરમાર અમિષા અને રાઠોડ કુંવરીએ ભાગ લીધેલ હતો. તેમને શાળાના રમત ગમતના કોચ જયપાલભાઇ લીંબાસીયા અને હિરાબેન મોઢવાડીયા માર્ગદર્શન પુરૂ પાડેલ. વિજેતા ટીમ અને કોચને શાળાનાં સંચાલક ડો. અરૂણભાઇ સુરાણીએ અભિનંદન પાઠવેલ છે.

(3:46 pm IST)