Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

શિક્ષણ સમિતિ દ્વારા ઝોન કક્ષા કલા ઉત્સવ કાર્યક્રમ યોજાયોઃ ૧૦૦ છાત્રોએ ભાગ લીધો

રાજકોટઃ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-રાજકોટ દ્વારા રણછોડદાસજી મહારાજ પ્રા. શાળા નં. ૧પ ખાતે ઝોન કક્ષાનો કલાઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ''કલા ઉત્સવ'' કાર્યક્રમમાં કુલ ૪ સ્પર્ધાઓ ૧ ચિત્ર સ્પર્ધા ર. નિબંધ લેખન ૩. કાવ્ય લેખન અને ૪. વકતૃત્વ સ્પર્ધા રાખવામાં આવેલ. આ ચારેય સ્પર્ધાઓમાં કલસ્ટર કક્ષાએ પ્રથમ વિજેતા થયેલ કુલ ૧૦૦ બાળકોએ ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ૬૮-રાજકોટ (પૂર્વ)ના ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી તથા મુખ્ય મહેમાન તરીકે શહેર ભાજપ મહામંત્રી અને શિક્ષણ સમિતિના સદસ્ય કિશોરભાઇ રાઠોડ તથા શિક્ષણ સમિતિના સદસ્યઓ મુકેશભાઇ મહેતા, ભાવેશભાઇ દેથરિયા, કિરણબેન માંકડિયા, અલ્કાબેન કામદાર અને શાસનાધિકારી એસ. બી. ડોડિયા તેમજ તમામ યુ.આર.સી. સી.આર.સી. આચાર્યશ્રી શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહેલ. આ ચારેય સ્પર્ધાઓના તટસ્થ મૂલ્યાંકન માટે આ ક્ષેત્રમાં રસ ધરાવતા અને લાયકાત ધરાવતા શિક્ષકોએ નિર્ણાયક તરીકે ફરજ બજાવેલ. સમગ્ર કાર્યક્રમ શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર અને શાસનાધિકારી એસ. બી. ડોડિયાના માર્ગદર્શન હેઠળ તમામ ઓફીસ સ્ટાફ અને શિક્ષકોએ સફળ આયોજન કરેલ. કાર્યક્રમ અંતે આભાર વિધિ નગર પ્રાથમિક શિક્ષણના સદસ્ય અલ્કાબેન કામદાર દ્વારા કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.આર.સી. શૈલેષભાઇ પાડલિયા દ્વારા કરવામાં આવેલ.

(3:44 pm IST)