Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

'વૈષ્ણવજન તો તેને કહીએ' ભજન પર રઘુવંશી ખેલૈયાઓ રાસે રમ્યા

ખેલૈયાઓએ સિકસ સ્ટેપ અને પંચીયાના સથવારે રમઝટ બોલાવીઃ દરરોજ ઈનામોની વણઝાર

રાજકોટઃ રઘુવંશી પરિવાર રાસોત્વમા  ચોથા નોરતાની સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્ત રઘુવંશી ખેલૈયાઓના આનંદ બમણો થયો હતો. ગાંધી જયંતીના પાવન અવસરે ગાંધીજીના પ્રિય ભજન એવા વૈષ્ણવજન તો તેને કહીએ પર રઘુવંશી ખેલૈયાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. બાળકોથી માંડીને પરિણીત કપલ્સે મેડ મ્યુઝિકંના સથવારે થ્રી, ફોર, સિકસ અને દોઢિયાના તાલે ઝૂમી ઉઠ્યા હતા.કાલાવાડ રોડ ખાતે આવેલા સેલિબ્રેશન પાર્ટી પ્લોટ ખાતે  રઘુવંશી ખેલૈયાઓ મોજથી નાચી ઉઠયા હતા. .

ગઈકાલે મુખ્ય અતિથિ તરીકે ગોંડલના મેજિસ્ટ્રેટ સ્તુતિબેન કાપડીયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રીનાબેન ભોજાણી, બલદેવ ટ્રેડીંગના માલિક જયંતીભાઈ બલદેવ તથા સાગર જોબનપુત્રા પરિવાર, કિરીટભાઈ કેશરીયા, રાજકોટ ગૌરવ અખબારના તંત્રી રમેશભાઈ ધામેચા, ડો. અનંતભાઈ રૂપારેલ, મહેશભાઈ વિઠલાણી, ગુણવંતભાઈ જગડા, જવેલદીપ જવેલર્સના અમિતભાઈ રૂપારેલિયાના હસ્તે  પ્રિન્સ, પ્રિન્સેસ અને વેલડ્રે સહિતના ઈનામો આપી સન્માનિત કર્યા હતા.

રઘુવંશી પરિવાર રાસોત્સવ-૨૦૧૯માં ભરત મહેતાનું મેડ મ્યુઝિક ઉપરાંત ગાયક કાસમ બાગડવા, ભૂસમ ગાંઠાની, વર્ષા મેણીયા તેમજ લાઈવ જોકી રઘુ ત્રિવેદી તેમજ એન્કર લવલિ ઠક્કરે ખેલૈયાઓને ઝુમાવી રહ્યા છે.

આ રાસોત્સવને સફળ બનાવવા માટે પરેશભાઈ વિઠલાણી, હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક, રાજુભાઈ રૂપમ, શૈલેષભાઈ પાબારી, રાકેશભાઈ પોપટ, કૌશિકભાઈ માનસાતા, પ્રકાશભાઈ સોમૈયા, ધમેશ વસંત, બલરામભાઈ કારીયા, હરદેવભાઈ માણેક, જતીનભાઈ દક્ષિણી, અશ્વિનભાઈ જોબનપુત્રા, કલ્પેશભાઈ તન્ના, જતીન પાબારી, અમિત ગઢીયા, મોહિતભાઈ નથવાણી, વિપુલ કારીયા, મેહુલ નથવાણી, વિજય પોપટ, ધવલ પાબારી, વિજય મહેતા, રાજ બગડાઈ, રસેસ કારીયા, યશ અજાબિયા, વિપુલ મણિયાર, ડો.હાર્દિપ રૂપારેલ, હિરેન કારીયા, કીર્તિ શીંગાળા, મનોજ ચતવાણી, મયુર અનડકટ, પ્રકાશ ગણાત્રા, દીપ વિઠલાણી તથા મહિલા સમિતિના શીતલબેન બુધ્ધદેવ, શિલ્પાબેન પૂજારા, તરૂબેન ચંદારાણા તેમજ કમિટી સભ્યો રાજ વિઠલાણી, કુંજેશ વિઠલાણી, અશોક મીરાણી, કલ્પેશ બગડાઈ, શ્યામલ વિઠલાણી, યશ ચોલેરા, કિશાન વિઠલાણી, કૃણાલ ચોલેરા, કેજશ વિઠલાણી, જલ્પેશ દક્ષિણી, પાર્થ જોબનપુત્રા, દર્શન કક્કડ મહેક માનસાતા, કેવલ વસંત, રવિ માણેક, રોનક સેજપાલ, પાર્થ કોટક, હિમાંશુ કારીયા, હેમાંગ તન્ના, મહેશ કક્કડ, મહેન્દ્ર જીવરાણી, કાનાભાઈ સોનછાત્રા, નિલેશ જોબનપુત્રા અને ધનેશ જીવરાજાનીએ સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

(3:43 pm IST)