Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

શ્રીનાથજી સોસાયટી : ૧૧ના ખૂણે નવદુર્ગા ગરબી મંડળમાં રાસ-ગરબાની રમઝટ

 રાજકોટ શહેરમાં ૨૦૦૫થી શ્રી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા દરરોજ પ્રાચીન રાસ-ગરબાની રમઝટ,શ્રીનાથજી સોસાયટી, ૧૧ના ખુણે, બાપ સીતારામ ચોક ખાતે બોલે છે. જેમાં ૪૦ બાળાઓ માતાજી સમક્ષ જુદા જુદા રાસ-ગરબા રજુ કરે છે. છેલ્લા ૧૪ વર્ષથી આજુબાજુના લતાવાસીઓના સાથ સહકારથી ગરબીનું આયોજન કરવામાં આવે છે. નવદુર્ગા ગરબી મંડળમાં ગાયકો પુજાબેન, જાનવીબેન, પરેશભાઇ, દાજીબાપુ, જનકભાઇ તબલચી, ધનુભા(મંજીરા), જગદીશ બેન્જો વાળા, સતીષભાઇની સાઉન્ડ સિસ્ટમના સથવારે દરરોજ રાસ-ગરબાની રમઝટ બોલે છે સફળ બનાવવા નવદુર્ગા ગરબી મંડળના બટુકભાઇ, મહિપતભાઇ, અશોકભાઇ , મહેશભાઇ , લાલભાઇ, વિજયભાઇ, શકિતસિંહ, વિનોદભાઇ, જીતુભાઇ,વિજય, હિતેન્દ્રસિંહ ,રવિરાજસિંહ, જગદિશસિંહ, કરણસિંહ, રૂષિરાજસિંહ, નરેન્દ્રસિંહ, અમિતભાઇ, રમેશભાઇ, ઉમેશભાઇ, અનિલભાઇ, અજયભાઇ, જયદિપભાઇ, હિતેષભાઇ, પંકજભાઇ, પ્રકાશભાઇ, દિલીપભાઇ, ધીરૂભાઇ, વિક્રમભાઇ,જયદેવ, કમલેશઘ સુભાષભાઇ ,જીગર, વિનોદ, અંકિત સહિતના જહેમત ઉઠાવે છે. (તસ્વીર-અશોક બગથરીયા)

(3:40 pm IST)