Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ૧૨મીએ બાય બાય નવરાત્રી

ગાયક મોન્ટુ મહારાજ અને જલ્પા હરસોડા ખેલૈયાઓને ડોલાવશેઃ કશ્યપ શુકલ, દર્શીત જાનીના માર્ગદર્શનમાં તૈયારીઓઃ પાસ વિતરણ શરૂ

રાજકોટઃ તા.૩, શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ - રાજકોટ દ્વારા તા. ૧૨  ને શનિવારના રોજ બાલભવન, રેસકોર્ષ ખાતે બાય-બાય નવરાત્રી - ૨૦૧૯ નું ધમાકેદાર આયોજન થવા જઈ રહ્યું છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સમસ્ત  બ્રહ્મ સમાજ - રાજકોટ દ્વારા ગરબાના આયોજન અંગેની તૈયારીઓ હાલ ચાલી રહી છે.

શ્રી સમસ્ત  બ્રહ્મસમાજ - રાજકોટના અગ્રણી શ્રી કશ્યપભાઈ શુકલ આ આયોજન અંગે જણાવે છે કે બ્રહ્મ સમાજના ગરબા અતિ આધુનિક અને વર્તમાન ટ્રેડીશ્નલ પ્રમાણે રમાડવામાં આવશે. જેમાં વિવિધ ત્રણ કેટેગરી જુનિયર, સિનિયર અને વડીલો માટેનું ગ્રૃપ જેવા ત્રણ ગ્રૃપમાં સ્પર્ધા રમાશે, સ્પર્ધકોને આકર્ષક ઈનામોથી પુરષ્કૃત કરવામાં આવશે.  જજોની પેનલો દ્વારા ખેલૈયાની રમતનું મૂલ્યાંકન કરવામાં આવશે.

 આ આયોજન અંગે માહિતી આપતા શ્રી સમસ્ત બ્રહ્મસમાજ - રાજકોટના પ્રમુખશ્રી શ્રી દર્શિતભાઈ જાની   જણાવે છે કે આ વર્ષે ઉમદા સિંગરોની ટીમ સાથે એક અલગ જ અંદાજમાં રાસ-ગરબાનું આયોજન થવા જઈ રહ્યું છે. પાસની કિંમત રૂ.૧૫૦ રાખેલ છેે.  આયોજનને સફળ બનાવવા  સર્વશ્રી કશ્યપભાઈ શુકલ અને શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ - રાજકોટના પ્રમખ દિર્શીતભાઈ જાની, મહામંત્રી  કમલેશભાઈ ત્રિવેદી, દિપકભાઈ પંડયા, જનાર્દનભાઈ આચાર્ય, જીજ્ઞેશભાઈ ઉપાધ્યાય, નલીનભાઈ જોશી, અતુલભાઈ વ્યાસ, દક્ષેશભાઈ પંડયા, પ્રશાંતભાઈ જોશી, જયેશભાઈ જાની, નિલમબેન ભટ્ટ, ધાત્રીબેન ભટૃ, સુરભીબેન આચાર્ય, ભાવનાબેન જોશી, શોભનાબેન પંડયા વગેરે  આખરી ઓપ આપી રહ્યા છે.

 પાસ મેળવવા માટે  (૧) શ્રી મુરલીધર શૈક્ષણિક સંકુલ (૮/૧૧ વર્ધમાનનગર, પેલેસ રોડ, રાજકોટ) (૨) ઈનોવેટીવ સ્કૂલ (મિલાપનગર મેઈન રોડ, સર્વેશ્વર મહાદેવ મંદિર સામે, રાજકોટ  (૩) શ્રીમાળી બ્રાહ્મણ વાડી (૮ કાશીવિશ્વનાથ પ્લોટ, તાજ હોટલવાળી શેરીમાં, રાજકોટ)  ખાતે સંપર્ક કરવા જણાવાયું છે. 

(3:39 pm IST)