Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

કાલે વિશ્વ પ્રાણી દિવસઃ કતલખાના બંધ રાખી માસ-મટન-મચ્છીનાં વેચાણ પર પ્રતિબંધ

કાલે નોનવેજ નહી વેચી શકાયઃ જાહેરનામુ

રાજકોટ તા. ૩ :.. આવતીકાલે તા. ૪ નાં રોજ સમગ્ર વિશ્વમાં 'વિશ્વ પ્રાણી દિવસ' ઉજવવામાં આવનાર છે ત્યારે શહેરમાં આવતીકાલે ૧ દિવસ કતલખાનાં બંધ રાખી. માસ-મટન-મચ્છીનાં વેચાણ ઉપર પ્રતિબંધ મુકાયો છે.

આ અંગે મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે પ્રસિધ્ધ કરેલ જાહેરનામામાં જણાવાયુ છે કે, આગામી તા. ૪-૧૦-ર૦૧૯ ના રોજ 'વિશ્વ પ્રાણી દિવસ' નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી, ચીકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તણપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે બી. પી. એમ. સી. એકટ ૧૯૪૯ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સબંધકર્તા તમામે  ગંભીર નોંધ લેવી.

(3:39 pm IST)